National

પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની અણી પર

પાકિસ્તાન
ઓસ્ટ્રેલિયા આઇસીસી મહિલા વિશ્વ કપ ૨૦૨૨માં સૌથી સફળ ટીમ છે. તેથી જ ડિફેન્ડિંગ ચેમ્પિયનનો રેકોર્ડ પોતાના માટે બોલે છે. ગયા વર્લ્‌ડ કપથી આ વર્લ્‌ડ કપ સુધીની તેની સફર જણાવે છે. ઓસ્ટ્રેલિયા શા માટે સૌથી સફળ ટીમ છે તે પણ તેની પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમ સામેની જીત પરથી સમજી શકાય છે. વન-ડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ પણ પાકિસ્તાનના હાલ એવા જ કર્યા છે જે ભારતે કર્યા હતા. હવે સ્થિતિ એવી છે કે પાકિસ્તાનની મહિલા ટીમને ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાંથી બહાર રહેવાની મોટી સમસ્યાનો સામનો કરવાનુ સંકટ તોળાયુ છે. ૈંઝ્રઝ્ર મહિલા વર્લ્‌ડ કપમાં ઓસ્ટ્રેલિયાની બીજી મેચ પાકિસ્તાન સામે હતી. ઓસ્ટ્રેલિયાએ આ મેચ ૯૨ બોલ બાકી રહેતા ૭ વિકેટે જીતી લીધી હતી. એટલે કે, ઓસ્ટ્રેલિયાએ ના માત્ર પોઈન્ટ જ એકત્રિત કર્યા, પરંતુ રન રેટ પણ વધાર્યો છે. આ પહેલા તેણે પોતાની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. પાકિસ્તાન ટીમની પણ આ બીજી મેચ હતી. પ્રથમ મેચમાં તેને ભારત સામે ૧૦૭ રનથી મોટી હાર મળી હતી. હવે તમે વિચારતા જ હશો કે ભારત અને ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનની હારમાં શું સામાન્ય છે. અને આ સમાનતા એ છે કે જેમ ભારતીય ટીમ તેની સામે અજેય રથ પર સવાર છે. તે જ રીતે, ઓસ્ટ્રેલિયન ટીમ આજ સુધી પાકિસ્તાન સામે એક પણ વનડે હારી નથી. ભારતે મહિલા વનડેમાં અત્યાર સુધી પાકિસ્તાન સામે રમાયેલી તમામ ૧૧ મેચો જીતી છે. જેમાંથી તેણે વર્લ્‌ડ કપમાં ૪ જીત નોંધાવી છે. આ જ રીતે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવીને તેની ૧૩મી જીતની સ્ક્રિપ્ટ લખી છે. આ જીત સાથે મહિલા વનડેમાં ઓસ્ટ્રેલિયાનો પાકિસ્તાન પરનો રેકોર્ડ ૧૩-૦થી વધી ગયો છે. ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે પાકિસ્તાનને હરાવીને ગત વર્લ્‌ડ કપ બાદ તેની ૩૩મી જીત નોંધાવી છે. તેણે આ સમયગાળા દરમિયાન ૩૫ મેચ રમીને આ ૩૩ જીતની કહાની લખી હતી. આ દર્શાવે છે કે ઓસ્ટ્રેલિયામાં માત્ર વર્લ્‌ડ કપ જીતવાની શક્તિ નથી પરંતુ તેની રમતમાં સાતત્ય પણ છે. વિજયના આ અભિયાનમાં વધુ વધારો જાેવા મળી શકે છે. કારણ કે હમણાં જ ૈંઝ્રઝ્ર મહિલા વર્લ્‌ડ કપ ૨૦૨૨ શરૂ થયો છે.

Pakistan-Mahila-Team.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *