National

અફધાનિસ્તાનમાં ૨ ફેબ્રુઆરીથી ઉષ્ણકટિબંધીય પ્રાંતોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરાશે

અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાનના ઠંડા પ્રદેશોમાં પણ વિદ્યાર્થીઓને તેમનું અંતિમ સત્ર પૂર્ણ કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપવામાં આવશે અને ત્યારબાદ એપ્રિલમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થશે. તાલિબાને અગાઉ એક નિવેદનમાં કહ્યું હતું કે તે માર્ચ ૨૦૨૨માં છોકરીઓ અને છોકરાઓ બંને માટે શાળાઓ અને યુનિવર્સિટીઓ ખોલશે. ખામા પ્રેસ અહેવાલ આપે છે કે સમગ્ર અફઘાનિસ્તાનમાં ૧૫૦ જાહેર યુનિવર્સિટીઓ છેલ્લા છ મહિનાથી બંધ છે. ઓગસ્ટ ૨૦૨૧ના મધ્યમાં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજાે કર્યો ત્યારથી છોકરાઓ અને છોકરીઓ ૪૦ ખાનગી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહ્યા છે. આ સાથે સાર્વજનિક શાળાઓમાં છોકરીઓને ફક્ત છઠ્ઠા ધોરણ સુધીના વર્ગમાં જવાની મંજૂરી છે. ઓગસ્ટના મધ્યમાં તાલિબાનોએ કબજાે મેળવ્યો ત્યારથી અફઘાનિસ્તાનના મોટાભાગની છોકરીઓને ૭મા ધોરણ પછી શાળાએ પાછા જવાની મંજૂરી આપવામાં આવી નથી. છોકરીઓની શાળાઓ બંધ થવાથી દેશમાં તેમજ આંતરરાષ્ટ્રીય સમુદાયમાં તીવ્ર પ્રતિક્રિયા પેદા થઈ છે. આ દરમિયાન ઘણા શાળા બહારના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ઈસ્લામિક અમીરાતે તેનું વચન પાળવું જાેઈએ અને નવા વર્ષમાં શાળાઓ ફરીથી ખોલવી જાેઈએ. તમને જણાવી દઈએ કે તાલિબાન આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરવા માટે બેતાબ છે, પરંતુ આ માટે વર્તમાન અફઘાન સરકારને માનવાધિકાર, મહિલાઓના અધિકારો અને સર્વસમાવેશક સરકારની રચનાની જરૂર છે.અફઘાનિસ્તાનમાં તાલિબાન ઓગસ્ટમાં સત્તામાં આવ્યા ત્યારથી બંધ થયેલી યુનિવર્સિટીઓ ફેબ્રુઆરીમાં ફરી ખુલશે. તાલિબાને કહ્યું હતું કે તે ૨ ફેબ્રુઆરીથી તમામ ઉષ્ણકટિબંધીય પ્રાંતોમાં યુનિવર્સિટીઓ ફરીથી ખોલશે. અફઘાનિસ્તાનના ઈસ્લામિક અમીરાતના ઉચ્ચ શિક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને તેમનું અંતિમ સત્ર પૂર્ણ કરવા માટે ત્રણ અઠવાડિયા આપવામાં આવશે અને તે પ્રાંતોમાં નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલના અંતમાં શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *