National

ઓસ્ટ્રેલિયાના સ્પિન કોચ ફવાદ અહેમદ પ્રથમ ટેસ્ટ પહેલા જ કોરોના સંક્રમિત થયા

પાકિસ્તાન
ઓસ્ટ્રેલિયન ટીમમાં શ્રીધરન શ્રીરામની જગ્યાએ ફવાદ અહેમદનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં જન્મેલા ફવાદ અહેમદે ઓસ્ટ્રેલિયા માટે ૨૯ ઓગસ્ટ ૨૦૧૩ થી ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૩ સુધી ૫ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ ૫ મેચોમાં ૨ ્‌૨૦ મેચ હતી, ત્યારબાદ ૩ ર્ંડ્ઢૈં મેચ રમી હતી. તેના નામે કુલ ૬ આંતરરાષ્ટ્રીય વિકેટ છે. આટલા ઓછા આંતરરાષ્ટ્રીય અનુભવ પછી પણ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નાથન લિયોનને બોલિંગની ટીપ્સ જણાવવા માટે તેને પોતાની સાથે જાેડ્યો છે. લિયોન પાસે અત્યાર સુધીમાં ૧૩૬ આંતરરાષ્ટ્રીય મેચોનો અનુભવ છે. સ્પિન બોલિંગ કોચ ફવાદ અહેમદ હવે બે કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ જ આઈસોલેશનમાંથી બહાર આવી શકશે. પીએસએલમાં રમ્યા બાદ તે સોમવારે ઓસ્ટ્રેલિયાની ટીમના રોકાણ સ્થળની હોટલમાં આવ્યો હતો, જ્યાં તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તે પોઝિટિવ જણાયો હતો. પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયા સિરીઝની શરૂઆત પહેલા ફવાદ કોરોના પોઝિટિવ નીકળનાર બીજા સભ્ય છે. ગયા અઠવાડિયે પાકિસ્તાની ખેલાડી હેરિસ રૌફનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જેના કારણે તેને પ્રથમ ટેસ્ટમાંથી બહાર થવું પડ્યું હતું. મોટી વાત એ છે કે ફવાદ અહેમદ અને હેરિસ રઉફ બંને પાકિસ્તાન સુપર લીગમાં એક જ ટીમ લાહોર કલંદરનો ભાગ હતા. ઓસ્ટ્રેલિયાના પાકિસ્તાન પ્રવાસની શરૂઆતે જ ટીમની અંદર કોરોના દાખલ થઈ ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયાના સ્પિન કોચ ફવાદ અહેમદ પ્રથમ ટેસ્ટ પહેલા જ કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. ૪૦ વર્ષીય ફવાદમાં કોરોનાના હળવા લક્ષણો છે. ફવાદ અહેમદ પાકિસ્તાન સુપર લીગમાં રમી રહ્યો હતો, જ્યાં તે લાહોર કલંદરનો હિસ્સો હતો, જે ટીમ પ્રથમ વખત ટાઇટલ જીતી હતી. તે પાકિસ્તાન સુપર લીગના બાયોબબલમાં રહીને આવ્યો હતો, તેમ છતાં ઓસ્ટ્રેલિયાની ટીમના મેડિકલ સ્ટાફે તેને ટીમમાં જાેડતા પહેલા અલગ કરી દીધો હતો. ફવાદ આઈસોલેશનમાં હોવાને કારણે, ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ હાલમાં તેના સંપર્કથી દૂર છે. પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૪ માર્ચથી પ્રથમ ટેસ્ટ શરૂ થઈ રહી છે. આ મેચ રાવલપિંડીમાં રમાશે. બંને ટીમો વચ્ચે ૩ ટેસ્ટ મેચની શ્રેણીની આ પ્રથમ મેચ હશે. બાકીની બે મેચ લાહોર અને કરાચીમાં રમાશે. ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામેની શ્રેણી માટે ફવાદ અહેમદને સ્પિન બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *