National

પશ્ચિમ ઓરિસ્સામાં માતાજીના મંદિરની દાનપેટીમાંથી મળ્યો માઇભક્તનો પત્ર, થયો વાયરલ

સાંબલપુર
પશ્ચિમ ઓરિસ્સામાં મા સામલેશ્વરી માતાનું ખૂબ મોટું મંદિર આવેલું છે. હજારો માઈભક્તો અહીં આવતા હોય છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. આ વર્ષે કંઈક અલગ રીતે જ એક માઇભક્તે માતાજી સામે પોતાના વાત રજૂ કરી હતી અને તેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. દાનપેટીમાંથી પૈસાની ગણતરી વખતે કેટલાંક પત્રો પણ મળ્યા હતા. ત્યારે એક પ્રેમિકાએ પ્રેમીના સુખમય જીવન વિશે માતાજીને પ્રાર્થના કરતો એક પત્ર લખ્યો હતો. આ સાથે જ તેણે પત્રમાં લખ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં જ લગ્ન પણ કરવાના છે અને તેણે આગામી જીવન માટે સુખની પ્રાર્થના કરી હતી. એવું માનવામાં આવી રહ્યુ છે કે તે પત્ર એક યુવાન છોકરીએ લખ્યો હતો. તેમાં લખ્યું હતું કે, ‘જય મા સામલાઇ, મા મારી પ્રાર્થના સ્વીકારજાે. મા હું તમારી પાસે આશા સાથે આવી છું. મને મારા પ્રેમી રવિન્દ્ર સાથે લગ્ન કરાવવામાં મદદ કરજાે.’ આ ઉપરાંત અન્ય બે પત્રો પણ દાનપેટીમાંથી મળ્યા હતા. એક પત્ર બંગાળીમાં લખ્યો હતો અને અન્ય પત્ર મલયાલમમાં લખ્યો હતો. ત્યારે તેમાં શું લખ્યું છે તે જાણી શકાયું નથી.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *