National

પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપવામાં ઇમરાન ખાન જવાબદાર ઃ શહબાજ શરીફ

ઇસ્લામાબાદ
પાકિસ્તાનમાં આતંકવાદને લઇ વડાપપ્રધાન શહબાજ શરીફે પૂૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન પર આરોપ લગાવ્યો છે.તેમનું કહેવુ છે કે દેસમાં આતંકવાદી ઘટનાઓ માટે ઇમરાન ખાન જવાબદાર છે.આતંકવાદની વિરૂધ્ધ નેશનલ એકશન પ્લાનને યોગ્ય રીતે લાગુ કરવામાં આવ્યું નહીં અને તેની જવાબદાર ઇમરાન ખાનની સરકાર રહી.તેમણે કહ્યું કે અમારી સરકાર હવે આ એકશન પ્લાનને લાગુ કરસે જે છેલ્લા ૪ વર્ષથી અસ્તિત્વમાં ન હતી જેને કારણે આતંકવાદમાં વધારો થયો
તેમણે એક બેઠક દરમિયાન ઉલ્લેખ કર્યો કે છેલ્લા ચાર વર્ષમાં આ એકશન પ્લાનને લાગુ ન કરવાનું પરિણામ એ રહ્યું કે વર્ષ ૨૦૨૧માં આતંકવાદી હુમલામાં ૫૬ ટકાનો વધારો થયો જયારે ધ એકસપ્રેસ ટ્રિબ્યુનલના રિપોર્ટ અનુસાર પાકિસ્તાન ઇસ્ટીટયુટ ફોર કોન્ફલકટ અને સિકયોરિટી સ્ટડીઝના એક રિપોર્ટથી માહિતી મળી છે કે વર્ષ ૨૦૨૧માં આતંકવાદીઓએ ૨૯૪ હુમલા કર્યા જેમાં ૩૮૮ લોકો માર્યા ગયાં અને ૬૦૬ લોકોને ઇજા થઇ
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફે જાહેરાત કરી હતી કે આ નેશનલ એકશન પ્લાનને ફરીથી લાગુ કરવામાં આવશે.ઇમરાન સરકારે તેને છેલ્લા ચાર વર્ષમાં લાગુ પણ કરી નથી તેમણે આગળ કહ્યું કે એનએપીમાં પ્રાંતોની ભૂમિકાની ઉપેક્ષાના કારણે છેલ્લા ચાર વર્ષમાં આતંકવાદ વધ્યો છે તેમણે કાર્ય યોજનાના મહત્વના મુદ્દાની ઉપેક્ષા કરવા અને આતંકવાદને ખુલી છુટ આપવા માટે પીટીઆઇ સરકારને જવાબદાર ઠેરવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *