International

બ્રિટનના વડાપ્રધાનનો આગામી ચુંટણી જીતવાનો દાવો

લંડન
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જાેનસનના એ વાદાની સાથે જ કંઝરવેટિવ પાર્ટીના અનેક સાથીઓને નારાજ કરી દીધા છે કે તે આગામી સામાન્ય ચુંટણીમાં સત્તાધારી પાર્ટીનું નેતૃત્વ કરવા માટે યોગ્ય રસ્તા પર છે.આ અઠવાડીયાની શરૂઆતમાં પેટાચુંટણીમાં મતદારોએ વિરોધ પક્ષ લેબર પાર્ટીના પક્ષમાં મતદાન કરી કંઝરવેટિવ પાર્ટીને પાર્ટીગેટ કૌભાંડ અને જીવન જરૂરીયાત પર ખર્ચ વધારવાને લઇ દંડિત કરી હતી. ત્યારબાદ જાેનસનને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પેટાચુંટણીને જાેનસનના નેતૃત્વ માટે એક રીતે જનમત સંગ્રહના રૂપમાં જાેવામાં આવી રહી છે રવાંડામાં રાષ્ટ્રમંડળ શાસનાધ્યક્ષોની બેઠકના અંતમાં જાેનસનથી સવાલ કરવામાં આવ્યો કે શું તે ૨૦૨૮-૨૦૨૯માં યોજાનાર આગામી ચુંટણી સુધી પદ પર એક પૂર્ણ બીજાે કાર્યકાળ ઇચ્છે છે.
બ્રિટીશ વડાપ્રધાને કહ્યું કે હાલ હું ત્રીજા કાર્યકાળની બાબતમાં સક્રિયતાથી વિચારી રહ્યો છું અને બની શકે છેં પરંતુ હું સમય આવવા પર તેની સમીક્ષા કરીશ.ડાઉનિંગ સ્ટ્રીટના એક સુત્રે બાદમાં કહ્યું કે તે મજાક કરી રહ્યાં હશે.આ પહેલા બીબીસીના એક ઇટરવ્યું જાેનસને કહ્યું હતું કે જાે તમે કહી રહ્યાં છો કે તમે ઇચ્છો છો કે હું કંઇ રીતે મનોવૈજ્ઞાનિક પરિવર્તનથી પસાર થવું તો મને લાગે છે કે અમારા શ્રોતાઓને માહિતી હશે કે આવું થનાર નથી તેમણે કહ્યું કે તમે શું કરી શકો છો અને સરકારે શું કરવું જાેઇએ અને હું જે કરવા ઇચ્છુ છું તે એ છે કે અમે અમારી વ્યવસ્થા અને અમારી અર્થવ્યવસ્થામાં પરિવર્તન અને સુધારની સાથે આગળ વધ્યાં.
જાેનસનને દાવો કર્યો કે મતદારો મારી બાબતમાં વાતચીત સાંભળી તંગ આવી ગયા છે અને તે જીવન જરૂરીયાત પર થનાર ખર્ચ, અર્થવ્યવસ્થા અને યુક્રેનમાં હિંસા અને આક્રમકતા માટે ઉભા થવા પર ધ્યાન કેન્દ્રીત કરવા ઇચ્છે છે. જાે કે પેટાચુંટણીમાં હારને ધ્યાનમાં રાખી તેમની પ્રક્રિયા અને ટીપ્પણીઓ પર બોરિસ જોનસનને કંઝરવેટિવ પાર્ટીના કેટલાક નેતાઓ તરફથી કડક ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે જેની બાબાતમાં માનવામાં આવે છે કે તે તેમને વડાપ્રધાનના પદથી હટાવવાનું કાવતરૂ રચી રહ્યાં છે

file-02-page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *