રાંચી
ઈડીએ મંગળવારે છત્તીસગઢમાં વરિષ્ઠ અધિકારીઓ, વેપારીઓ અને સત્તારુઢ કોંગ્રેસના નેતાઓના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. ઈડીએ દરોડા દરમિયાન ૪ કરોડ રૂપિયા રોકડ જપ્ત કર્યા હતા. આ સાથે જ કેટલાક સોના ચાંદીના ઘરેણા અને ક્ટલાર વરિષ્ઠ આઇએએસ અધિકારીઓના આવાસપરતી વાંધાજનક દસ્તાવેજાે જપ્ત કર્યા હતા. ઈડીએ કાલે સવારે રાયપુર, રાયગઢ, મહાસમુંદ, કોરબા સહિત અનેક જિલ્લાઓમાં દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. ઈડીએ જે લોકોના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા તેમાં એક કલેક્ટર અને સરકારના નજીકના કેટલાક વરિષ્ઠ અધિકારી, વેપારીઓ અને કોંગ્રેસ નેતા સામેલ છે. બીજી તરફ રાજ્યમાં આ દરોડાની કાર્યવાહી પર ભૂપેશ બઘેલે કહ્યું કે, આ ડરાવવાનો પ્રયાસ છે અને જેમ-જેમ ચૂંટણી નજીક આવશે તેમ-તેમ આ કાર્યવાહીમાં વધારો થશે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે સૈફઈ રવાના થવા પહેલા બઘેલે સંવાદદાતાઓને જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી સીધી નથી લડી શકતી એટલે માટે ઇડી આઇટી ડીઆરઆઇના માધ્યમથી લડવાનો પ્રયત્ન કરી રહી છે. આ છેલ્લી વખત નથી. જેમ-જેમ ચૂંટણી નજીક આવશે તેમ-તેમ મુલાકાત વધશે. આ અગાઉ સપ્ટેમ્બરમાં ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટે રાજ્યમાં સ્ટીલ અને કોલસાના વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. બીજી તરફ આ વર્ષે જૂન-જુલાઈમાં ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટે કોંગ્રેસ શાસિત છત્તીસગઢમાં કેલસાના વેપારી સૂર્યકાન્ત તિવારીના ઠેકાણા પર અને મુખ્યમંત્રી કાર્યાલયમાં તૈનાત એક અધિકારીના ઘર સહિત અનેક સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
