પટણા
બિહાર સરકારે પીએમ યશસ્વી યોજનાને બંધ કરવાનો નિર્ણય લીધો છે.તેનું કારણ રાજય સરકરાર એક નવી યોજના શરૂ કરવા જઇ રહી છ ેજેનું નામ મુખ્યમંત્રી પછાત અતિપછાત પ્રી મૈટ્રિક છાત્રવૃતિ યોજના હશે બિહાર સરકારે ગત વર્ષ અને અતિ પછાત વર્ગના ધોરણ એકથી લઇ ધો.૧૦ સુધીના ૧.૨૫ કરોડ છાત્ર છાત્રાઓને સ્કોલરશિપ આપવાનો નિર્ણય લીધો છે.આ છાત્રા માટે અત્યાર સુધી કેન્દ્રથી મળી રહેલ ૫૦ ટકા રકમ રાજય સરકાર લેશે નહીં તેના માટે બિહાર સરકારે મુખ્યમંત્રી પછાત વર્ગ અને અતિ પછાત વર્ગ પ્રી મૈટ્રિક છાત્રવૃતિ યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારની અધ્યક્ષતામાં થયેલ કેબિનેટની બેઠકમાં કુલ ૧૬ એજન્ડા પર મહોર મારવામાં આવી હતી બેઠક બાદ કેબિનેટના અપર મુખ્ય સચિવ ડો એસ સિધ્ધાર્થે કહ્યું હતું કે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ પહેલાથી ચોથી કલાકના છાત્ર છાત્રાઓને ૫૦ રૂપિયા મહીને ( ૬૦૦ વાર્ષિક),પાંચમી છઠ્ઠા કલાસ સુધીને ૧૦૦ રૂપિયા મહીને (૧૨૦૦ વાર્ષિક) અને સાતથી દસમા ધોરણના છાત્રોને ૧૫૦ રૂપિયા મહીને (૧૮૦૦ વાર્ષિક) સ્કોલરશિપ આપવામાં આવશે. દરમિયાન બિહાર સરકારના આ નિર્ણય બાદ હવે રાજનીતિ શરૂ થઇ ગઇ છે.ભાજપ નેતા સુશીલ મોદીએ તેના પર સવાલ ઉઆવ્યો છે.મોદી અનુસાર એક તરફ નીતીશજી કહે છે કે વિશેષ રાજયનો દરજજાે મળવો જાેઇએ આપણી આર્થિક સ્થિતિ સારી નથી પરંતુ કેન્દ્રથી જે મદદ મળી રહી હતી તેને પણ તમે બંધ કરી દીધી.નીતીશકુમાર એવી કોઇ યોજના ચલાવવી ઇચ્છતા નથી જેનો શ્રેય નરેન્દ્ર મોદીને મળે.વિક્રમશિલા વિશ્વ વિદ્યાલય માટે છ વર્ષ થઇ ગયા પરંતુ આજ સુધી જમીન ઉપલબ્ધ કરાવી શકયા નથી તેમને લાગે છે કે મોદીને શ્રેય ન મળે આથી અવરોધ પેદા કરે છે આ તો નરેન્દ્ર મોદીને મળવા જશે નહીં. જયારે જદયુના મંત્રી શીલા મંડલે કહ્યું કે તમે ૨૦ ટકા આપી પોતાનું નામ રાખી લો છો જયારે અમે આટલા જ પૈસા આપી રહ્યાં છીએ તો અમારૂ નામ કેમ ન રાખીએ.તેમાં શું મુશ્કેલી છે.૧૦૦માં ૮૦ ટકા અમે આપીશું અને પછી કહો છો કે નામ અમારૂ હશે કેન્દ્રીય યોજનાઓમાં રકમ ધીરે ધીરે ઓછી કરવામાં આવી રહી છે તો તેનાથી સારૂ છે કે અમે અમારૂ જ પુરૂ કરી અમારે નામે કરીએ
