Delhi

જાસૂસીના આરોપો પર CBI તપાસને ગૃહ મંત્રાલયની મંજૂરી, મનિષ સિસોદિયાની મુશ્કેલીઓ વધારો

નવીદિલ્હી
દિલ્હીમાં વિવાદિત દારૂ નીતિ પર ઘેરાયેલા ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી શકે છે. ગૃહ મંત્રાલયે સીબીઆઈને ફીડબેક યુનિટ દ્વારા જાસૂસી કરાવવાના આરોપ પર મનિષ સિસોદિયા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ નિયમ હેઠળ કેસ દાખલ કરીને તપાસ કરવાના આદેશ આપ્યા છે. સીબીઆઈએ ગત દિવસોમાં દિલ્હી સરકારની ફીડબેક યુનિટ પર જાસૂસીનો આરોપ લગાવતા ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવાની મંજૂરી માંગી હતી. શું છે મામલો? તે જાણો… વાત જાણે એમ છે કે દિલ્હી સરકારે ૨૦૧૫માં ફીડબેક યુનિટ (હ્લમ્ેં) ની રચના કરી હતી. ત્યારે તેમાં ૨૦ અધિકારીઓ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. આરોપ છે કે હ્લમ્ેં એ ફેબ્રુઆરી ૨૦૧૬થી સપ્ટેમ્બર ૨૦૧૬ સુધીમાં રાજકીય વિરોધીઓની જાસૂસી કરી. યુનિટે ફક્ત ભાજપના જ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર પણ નજર રાખી. એટલું જ નહીં યુનિટ માટે ન્ય્ પાસેથી કોઈ મંજૂરી પણ લેવાઈ નહતી. આરોપ છે કે યુનિટે નિર્ધારિત કામકાજ ઉપરાંત રાજકીય ગુપ્ત માહિતી પણ ભેગી કરી. સીબીઆઈને પ્રાથમિક તપાસમાં પુરાવા મળ્યા છે કે હ્લમ્ેં એ રાજકીય ગુપ્ત માહિતી ભેગી કરી. વિજિલન્સ વિભાગ સિસોદિયા પાસે છે. આવામાં સીબીઆઈએ ૧૨ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ આ મામલે ગુપ્તચર વિભાગને એક રિપોર્ટ મોકલ્યો અને એલજીને ભ્રષ્ટાચારના કેસમાં મનિષ સિસોદિયા અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવાની માંગણી કરી હતી. એલજી વિનય સક્સેનાએ તેની મંજૂરી પણ આપી દીધી હતી. આ મામલે ગૃહ મંત્રાલયથી સીબીઆઈને કેસ દાખલ કરવાની અને તપાસ કરવાની મંજૂરી મળી ગઈ છે. ગૃહ મંત્રાલયે જાસૂસીના કેસમાં એવા સમયે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે જ્યારે દિલ્હીમાં બુધવારે મેયરની ચૂંટણી થઈ રહી છે. આવામાં હંગામાના પૂરેપૂરા અણસાર છે. જાે કે આ પહેલા દારૂ નીતિ મામલે પણ સીબીઆઈ તેમના વિરુદ્ધ તપાસ કરી રહી છે. આ કેસમાં સિસોદિયાના ત્યાં દરોડા પડી ચૂક્યા છે. હાલમાં જ મનિષ સિસોદિયાને સીબીઆઈએ સમન પાઠવ્યું હતું. દારૂ નીતિવાળા મામલામાં ૨૬ ફેબ્રુઆરીના રોજ તપાસ એજન્સી સિસોદિયાની પૂછપરછ પણ કરશે. આ અગાઉ પણ મનિષ સિસોદિયાને સમન મોકલ્યું હતું, પરંતુ ત્યારે તેમણે અપીલ કરી હતી કે તેમને ફેબ્રુઆરીના અંતમાં બોલાવવામાં આવે. કારણ કે તેઓ દિલ્હીના બજેટમાં વ્યસ્ત છે. આથી સીબીઆઈએ હવે તેમને ૨૬ ફેબ્રુઆરીએ બોલાવ્યા છે.

File-01-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *