Delhi

શાહરૂખ ખાનનો આવો લુક જાેઇને ચોકી ગયા ફેન્સ, સાથે આ સ્ટાર્સના લૂક થયા વાઈરલ

નવીદિલ્હી
બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાને પોતાની એક્ટિંગ કરિયરમાં દરેક પ્રકારના રોલ કર્યા છે. કિંગ ખાને પણ પોતાના દરેક કિરદારથી ફેન્સનું દિલ જીતી લીધું છે. પરંતુ કેટલાંક રોલ એવા છે જેમાં દર્શકોએ તેને ક્યારેય જાેયો નથી. આવો જ એક રોલ રેમ્બો ફિલ્મમાં જાેન રેમ્બોનો હતો. આ કેરેક્ટર એક્ટર ટાઈગર શ્રોફને આપવામાં આવ્યું હતું, પરંતુ તેની ફિલ્મ પછીથી ડબ્બાબંધ થઇ ગઇ હતી. હવે શાહરૂખના રેમ્બો લુકનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શાહરૂખ ખાનને ફેન્સે અત્યાર સુધી લગભગ દરેક પ્રકારના રોલમાં જાેયો છે. પરંતુ તેના કેટલાક ફેન્સ તેને રેમ્બો લુકમાં પણ જાેવા માંગે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તેની તસવીર જાેઈને આ વાત કહી શકાય. કિંગ ખાનનો આ ફોટો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક્ટરના આ લુકને જાેઈને ફેન્સ ખૂબ જ મૂંઝવણમાં છે અને તેની સરખામણી કોઈને કોઈ સાથે કરી રહ્યા છે. જાે કે , શાહરૂખ સિવાય અજય દેવગન અને કુણાલ ખેમુનો લુક પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં આ દિવસોમાં શાહરૂખ ખાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અમે આ પોસ્ટમાં જે લુકની વાત કરી રહ્યા છીએ તે શાહરૂખનો રેમ્બો લૂક છે. જેને ટિ્‌વટર યુઝર ‘લેઝી એટ’ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ નામના એક ટિ્‌વટર યુઝરે પોતાના હેન્ડલ પર ઘણા ફોટા શેર કર્યા છે, જેમાં તેણે બોલિવૂડ સ્ટાર્સને હોલીવુડના અલગ-અલગ કેરેક્ટરમાં દર્શાવ્યા છે. આમાં શાહરૂખ ખાનને પણ રેમ્બોના કેરેક્ટરમાં દર્શાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો સામે આવતાં જ ફેન્સ મૂંઝવમમાં મૂકાઇ ગયા છે કે કદાચ શાહરૂખ કોઈ ફિલ્મમાં નવા લૂકમાં જાેવા મળશે. આ ફોટોઝ વાયરલ થયા પછી તરત જ યુઝર્સે તેમના પર તાબડતોબ રિએક્શન આપવાનું શરૂ કર્યું. કેટલાક લોકોએ આમાં શાહરૂખ ખાનની તુલના ઈલોન મસ્ક સાથે પણ કરી છે, જ્યારે એક યુઝરે લખ્યું છે કે એવું લાગે છે કે ઈલોન મસ્કે સ્ટીરોઈડ લઇ લીધા છે. વાયરલ થઈ રહેલી તસવીરો એકલો શાહરૂખ ખાનની નથી, આ સિવાય આ પોસ્ટમાં અજય દેવગન અને કુણાલ ખેમુનો લૂક પણ રિક્રિએટ કરવામાં આવ્યો છે. એક તસવીરમાં અજય દેવગન ફિલ્મ ‘ગ્લેડિએટર’ના કેરેક્ટર મેક્સિમસના લૂકમાં જાેવા મળી રહ્યો છે, જ્યારે બીજી તસવીરમાં કુણાલ ખેમુ ‘ધ ડાર્ક નાઈટ’ના જાેકરના અંદાજમાં જાેવા મળી રહ્યો છે.

File-01-Page-18-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *