Delhi

ડેવિડ વોર્નરે ૨૨ રન બનાવતા જ સ્જી ધોનીને માત આપીને નંબર ૧ પર પહોંચી ગયો

નવીદિલ્હી
આઇપીએલ ૨૦૨૩ની ૫૦મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં દિલ્હીએ શાનદાર જીત નોંધાવી હતી. આ મેચમાં કેપ્ટન ડેવિડ વોર્નરનું બેટ ભલે ચાલ્યું ન હોય. પરંતુ તેણે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. મહેન્દ્ર સિંહ ધોની પણ તેનાથી પાછળ થઇ ગયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ૨૨ રન બનાવીને ડેવિડ વોર્નરને જાેશ હેઝલવુડે આઉટ કર્યો હતો. આ મેચમાં ભલે તે ૨૨ રન બનાવી શક્યો પરંતુ તેણે એમએસ ધોનીનો રેકોર્ડ તોડીને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ખરેખરમાં ડેવિડ વોર્નર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે સૌથી વધુ રન બનાવનાર બેટ્‌સમેન બની ગયો છે. તેણે માત્ર ૨૨ ઇનિંગ્સમાં ૮૩૯ રન બનાવ્યા છે. આરસીબી સામેની મેચમાં તેને ધોનીને પાછળ છોડવા માટે માત્ર ૧ રનની જરૂર હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે સૌથી વધુ રન બનાવવાના મામલે મહેન્દ્ર સિંહ બીજા ક્રમે છે. ૩૧ ઇનિંગ્સમાં તેણે ઇઝ્રમ્ સામે ૪૧ની એવરેજથી ૮૩૯ રન બનાવ્યા છે. કેપ્ટન રોહિત શર્મા ત્રીજા સ્થાને છે. તે અત્યારે ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. પરંતુ આ મામલામાં તે ત્રીજા નંબર પર છે. તેણે ઇઝ્રમ્ સામે અત્યાર સુધી ૨૯ ઇનિંગ્સમાં ૭૮૫ રન બનાવ્યા છે. ધોનીને પાછળ છોડવા માટે તેને માત્ર ૫૫ રનની જરૂર છે. વોર્નરે આઈપીએલ ૨૦૨૩માં અત્યાર સુધી ૧૦ મેચ રમી છે. આ દરમિયાન તેણે કુલ ૩૩૦ રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ ૩૩ રહી છે. અત્યાર સુધી તેણે આઈપીએલમાં ૩ અડધી સદી ફટકારી છે પરંતુ તેની સ્ટ્રાઈક રેટ ઘણી ધીમી રહી છે.

Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *