Delhi

ભારતની ગરમીમાં સાડી જ સૌથી વધુ કમ્ફર્ટેબલ ઃ સોનમ કપૂર

નવીદિલ્હી
સ્ટાઈલ આઈકોન અને એક્ટ્રેસ સોનમ કપૂરે તાજેતરમાં એપ્પલના સીઈઓ ટીમ કૂક સાથે આઈપીએલ મેચ જાેઈ હતી. સ્ટેડિયમમાં મેચ જાેવા માટે સોનમે સાડીની પસંદગી કરી હતી. દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ દરમિયાન સોનમ અને તેના પતિ આનંદ આહુજાએ ટીમ કૂકને કંપની આપી હતી. સોનમે સાડી અને વિન્ટેજ જ્વેલરી સાથે ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. આ ફોટોગ્રાફના કેપ્શનમાં સોનમે લખ્યું હતું કે, વિન્ટેજ જ્વેલરી સાથે સિમ્પલ લિનન સાડી. ભારતની ગરમીમાં સાડી જ સૌથી વધારે કમ્ફર્ટેબલ લાગે છે. સાદગી સાથે સુંદરતાનો આ સમન્વય. એપ્પલના સીઈઓ ટીમ કૂકે ભારતની મુલાકાત દરમિયાન મુંબઈમાં એપ્પલ સ્ટોર લોન્ચ કર્યો હતો. બાદમાં તેઓ દિલ્હીમાં સ્ટોરના ઉદ્‌ઘાટન પ્રસંગે હાજર રહ્યા હતા. સંજાેગવશાત આઈપીએલની મેચ પણ તે દિવસે દિલ્હીના સ્ટેડિયમમાં હતી. તેથી ટીમ કૂકે ભારતીયોના માનીતા સ્પોર્ટ્‌સનો રોમાંચ માણ્યો હતો. સોનમ અને તેના પતિ આનંદ આહુજા પણ સ્ટેડિયમમાં ટીમ કૂકની સાથે હાજર રહ્યા હતા.

Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *