Delhi

ભારતીય દૂતાવાસ તરફથી એક ્‌ુીીં માં કહેવામાં આવ્યું છે કે, સાવધાની રાખવી, ઘરની અંદર રહેવું

નવીદિલ્હી
૨૦૨૧માં જનરલ અબ્દેલ-ફતેહ બુરહાનના નેતૃત્વમાં લશ્કરી બળવા પછી જ સુદાનમાં અરાજકતાની સ્થિતિ છે. ૧૧ એપ્રિલના રોજ સુદાનમાં યુએનના વિશેષ પ્રતિનિધિ વોલ્કર પર્થેસની હત્યાની માંગણી કરનાર એક વ્યક્તિનો સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યા બાદ સંયુક્ત રાષ્ટ્રએ ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. સુદાનમાં રહેતા ભારતીયોને દેશના મિશન દ્વારા તૈયાર કરવામાં આવેલા આશ્રયસ્થાનોમાં આશ્રય લેવા માટે કહેવામાં આવ્યું છે. હકીકતમાં દેશની રાજધાની ખાર્તુમમાં અર્ધલશ્કરી દળો અને ત્યાંની સેનાએ એકબીજાના ઠેકાણાઓ પર હુમલાઓ કર્યા છે, જેના પછી આફ્રિકન દેશમાં સ્થિતિ વણસી છે. ખાર્તુમમાં ભારતીય દૂતાવાસ તરફથી એક ્‌ુીીંમાં કહેવામાં આવ્યું છે કે, “ગોળીબાર અને અથડામણના અહેવાલોને ધ્યાનમાં રાખીને, તમામ ભારતીયોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અત્યંત સાવધાની રાખવી, ઘરની અંદર રહેવું અને તાત્કાલિક અસરથી બહાર જવાનું બંધ કરે.” કૃપા કરીને શાંત રહો અને આગામી અપડેટની રાહ જુઓ. સુદાનના સૈન્ય નેતા અબ્દેલ ફતેહ અલ-બુરહાન અને તેમના નંબર બે, અર્ધલશ્કરી કમાન્ડર મોહમ્મદ હમદાન ડાગલો વચ્ચે અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ (ઇજીહ્લ) ના સૈન્યમાં આયોજિત એકીકરણને લઈને અઠવાડિયાના ઉકળતા તણાવ પછી શનિવારે દેશમાં હિંસા ફાટી નીકળી હતી. પ્રત્યક્ષદર્શીઓએ દક્ષિણ ખાર્તુમમાં આરએસએફ બેઝ નજીક ‘અથડામણ’ની અને જાેરથી વિસ્ફોટ તેમજ ગોળીબારના અવાજાે સાંભળ્યા. સાક્ષીઓએ લડવૈયાઓનો એક ટ્રક એરપોર્ટ કમ્પાઉન્ડમાં જતો જાેયો. તે જ સમયે, ઇજીહ્લએ કહ્યું કે તેમના દળોએ ખાર્તુમ એરપોર્ટ પર નિયંત્રણ મેળવી લીધું છે. એરપોર્ટ પર તેમજ બુરહાનના ઘરની નજીક અને ખાર્તુમ નોર્થમાં ગોળીબારનો અવાજ સંભળાયો હતો. સમાચાર એજન્સી એએફપીએ અહેવાલ આપ્યો છે કે શેરીઓમાં તોપખાનાથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ નાગરિકો પોતાને બચાવવા માટે દોડતા જાેવા મળ્યા હતા. લડાઈ શરૂ કરવા માટે બંને પક્ષો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. એક નિવેદનમાં, ઇજીહ્લએ જણાવ્યું હતું કે, “શનિવારે સોબા, ખાર્તુમમાં એક વિશાળ સૈન્ય દળને એક શિબિર પર હુમલો કરીને અને અર્ધલશ્કરી દળોને ઘેરી લેતાં જાેઈને અમે ચોંકી ગયા હતા. આરએસએફએ જણાવ્યું હતું કે તેના લડવૈયાઓએ ખાર્તુમની ઉત્તરે આવેલા મેરોવે એરપોર્ટ પર પણ નિયંત્રણ મેળવી લીધું છે. બીજી તરફ સેનાએ ભારે લડાઈ માટે અર્ધલશ્કરી દળોને જવાબદાર ઠેરવ્યા છે. સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ નબિલ અબ્દુલ્લાએ એએફપીને જણાવ્યું હતું કે, “રેપિડ સપોર્ટ ફોર્સિસના લડવૈયાઓએ ખાર્તુમ અને સુદાનની આસપાસના ઘણા સૈન્ય કેમ્પ પર હુમલા કર્યા છે. ” લડાઈ ચાલુ છે અને સેના દેશની સુરક્ષા માટે તેની ફરજ બજાવી રહી છે. સૈનિકોએ ખાર્તુમને નજીકના શહેરો ઓમદુરમન અને ખાર્તુમ નોર્થ સાથે જાેડતા નાઈલ નદીના પુલને અવરોધિત કર્યા છે. તેઓએ રાષ્ટ્રપતિ ભવન તરફ જતો રસ્તો પણ સીલ કરી દીધો છે. ૨૦૨૧ માં જનરલ અબ્દેલ-ફતેહ બુરહાનની આગેવાની હેઠળના લશ્કરી બળવા પછી જ સુદાનમાં અરાજકતાની સ્થિતિ છે.

Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *