નવીદિલ્હી
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચ માટે ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત કોઈ હિંદુ ખેલાડીને બાંગ્લાદેશ ટીમની કેપ્ટનશીપ કરવાની તક મળશે. આ ટેસ્ટ ૧૪ જૂનથી મીરપુરમાં રમાશે. શાકિબ-અલ હસન આયર્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં ઈજાને કારણે ટીમની બહાર હોવાથી વિકેટ કીપર બેટ્સમેન લિટન દાસને નેતૃત્વ સોંપવામાં આવ્યું છે. બાંગ્લાદેશનો નવો કેપ્ટન કેપ્ટન લિટન દાસ, જે વનડે અને ટી-૨૦માં શાનદાર રમત બતાવી ચૂક્યો છે,તેની ગણના ત્રણેય ફોર્મેટમાં બાંગ્લાદેશના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. આ પહેલીવાર છે જ્યારે લિટન ટેસ્ટમાં બાંગ્લાદેશ ટીમની આગેવાની કરશે, આ પહેલા તે વનડે અને ટી૨૦માં બાંગ્લાદેશી ટીમની કપ્તાની સંભાળી ચૂક્યો છે. ટેસ્ટ ટીમમાં તસ્કીન અહેમદ ઈજામાંથી સાજા થઈને ટીમમાં પરત ફર્યો છે, જ્યારે શહાદત હુસૈન અને મુશ્ફિક હસનને નવા ચહેરા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.શહાદત રાઇટ હેન્ડ બેટ્સમેન છે અને તેણે ૨૦ ફર્સ્ટ ક્લાસ મેચમાં બે સદીની મદદથી ૧૨૬૫ રન બનાવ્યા છે. બીજી તરફ ૨૦ વર્ષીય મુશ્ફિક ફાસ્ટ બોલર છે.તે બંનેને તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બિનસત્તાવાર ટેસ્ટ શ્રેણી રમી રહેલી બાંગ્લાદેશ-છ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. ૧૬ ફેબ્રુઆરી ૧૯૯૪ના રોજ દિનાજપુરમાં જન્મેલા લિટન બંગાળી હિન્દુ કાયસ્થ પરિવાર સાથે સંબંધ ધરાવે છે.તેમના પિતાનું નામ બચ્ચુ ચંદ્ર દ્રાસ અને માતાનું નામ અનિતા દાસ છે. લિટને બાંગ્લાદેશ ટીમ માટે અત્યાર સુધીમાં ૩૮ ટેસ્ટ, ૬૯ વનડે અને ૭૧ ટી-૨૦ મેચ રમી છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ સદી અને ૧૫ અડધી સદી સાથે ૨૩૧૯ રન (સરેરાશ ૩૫.૬૭) બનાવ્યા છે અને વનડેમાં ૩૩.૬૬ની સરેરાશ સાથે ૨૧૨૧ રન બનાવ્યા છે. લિટને વનડેમાં પાંચ સદી ફટકારી છે. ્૨૦ૈં માં, તેણે ૨૩.૪૩ની એવરેજથી ૧૬૧૭ રન બનાવ્યા છે, જેમાં ૧૦ અડધી સદી સામેલ છે.
