નવીદિલ્હી
હાઈવે પર મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર છે. ઘણીવાર હાઈવે પર મુસાફરી કરનારાઓને વધુ ટોલ ટેક્સ ભરવો પડે છે, પરંતુ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ટોલ ટેક્સ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. નીતિન ગડકરીએ આ અંગે માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે સરકાર ટોલ ટેક્સ સંબંધિત બિલ લાવવાની યોજના બનાવી રહી છે. માહિતી આપતાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ કહ્યું છે કે ટોલ ટેક્સ ન ભરવા પર કોઈપણ પ્રકારની સજાની જાેગવાઈ નથી. આ સાથે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આગામી દિવસોમાં ટોલ ટેક્સ વસૂલવા માટે ટેક્નોલોજીના ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવશે. નીતિન ગડકરીએ વધુમાં કહ્યું છે કે અત્યાર સુધી ટોલ ન ભરવા પર સજાની જાેગવાઈ નથી, પરંતુ ટોલ અંગે બિલ લાવવાની તૈયારી ચાલી રહી છે. હવે ટોલ ટેક્સ સીધો તમારા બેંક ખાતામાંથી કપાશે. આ માટે અલગથી કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. નીતિન ગડકરીએ કહ્યું છે કે હવે ટોલ ટેક્સ નહીં ભરવો પડશે, રકમ સીધી તમારા ખાતામાંથી કપાશે. આ સિવાય કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ‘૨૦૧૯માં અમે એક નિયમ બનાવ્યો હતો કે કાર કંપની ફીટેડ નંબર પ્લેટ સાથે આવશે. એટલા માટે છેલ્લા ચાર વર્ષમાં જે વાહનો આવ્યા છે તેમાં અલગ-અલગ નંબર પ્લેટ છે. વર્ષ ૨૦૨૪ પહેલા દેશમાં ૨૬ ગ્રીન એક્સપ્રેસ વે તૈયાર થઈ જશે અને ભારત રસ્તાના મામલે અમેરિકાની બરાબરી પર આવી જશે. આ સાથે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આગામી દિવસોમાં ટોલ ટેક્સ વસૂલવા માટે ટેક્નોલોજીના ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવશે. અત્યારે શું નિયમ છે?.. તે જાણો.. નીતિન ગડકરીએ કહ્યું કે, અત્યારે જાે કોઈ વ્યક્તિ ટોલ રોડ પર ૧૦ કિલોમીટરનું અંતર પણ મુસાફરી કરે છે તો તેણે ૭૫ કિલોમીટરની ફી ચૂકવવી પડે છે, પરંતુ નવી સિસ્ટમમાં, તેની પાસેથી માત્ર કવર કરેલા અંતર માટે જ ચાર્જ લેવામાં આવશે. તેમણે નકારી કાઢ્યું કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (દ્ગૐછૈં) નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહી છે. તેમણે કહ્યું કે દ્ગૐછૈંની સ્થિતિ એકદમ સારી છે અને તેની પાસે પૈસાની કોઈ કમી નથી. તેમણે કહ્યું કે ભૂતકાળમાં બે બેંકોએ ઓછા દરે લોન ઓફર કરી હતી.


