નવીદિલ્હી
ૈંઁન્ ૨૦૨૩માં ચેન્નાઈ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો વચ્ચેનો મુકાબલો હંમેશા રોમાંચક રહે છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ૈંઁન્માં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે અને કેપ્ટન તરીકે મુંબઈ ઈન્ડિયન્સને સૌથી વધારે ૫ વખત ૈંઁન્ ટ્રોફી અપાવી છે. રોહિત શર્માનું નામ ્૨૦ થી ર્ંડ્ઢૈં સુધી આખી દુનિયામાં જાણીતું છે. પરંતુ આઈપીએલ ૨૦૨૩માં રોહિત શર્માનું બેટ એટલું શાંત રહ્યું કે હિટમેનની શાનદાર આઈપીએલ કારકિર્દી પર ડાઘ પડી ગયો હતો. રોહિત ચેન્નાઈ (ઝ્રજીદ્ભ દૃજ સ્ૈં) સામેની મેચમાં સતત બીજી વખત ડક આઉટ એટલે કે શૂન્ય રને આઉટ થયો હતો. છેલ્લી પંજાબ સામેની મેચમાં રોહિત શર્મા ૩ બોલ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. હવે ઝ્રજીદ્ભ સામેની મેચમાં, હિટમેને આ જ પ્રકારના બેટિંગનું પુનરાવર્તન કર્યું હતું. જે બાદ તે ૈંઁન્માં સૌથી વધુ ડક આઉટનો ભોગ બનનાર બેટ્સમેન બની ગયો છે. ૈંઁન્ લીગમાં રોહિત શર્મા કુલ ૧૬ વખત આઉટ થયો છે. તો બીજી તરફ સુનીલ નારાયણ, દિનેશ કાર્તિક અને મનદીપ સિંહ જેવા બેટ્સમેન ૧૫ વખત શૂન્ય પર આઉટ થયા છે. આ સિઝનમાં રોહિત શર્માના બેટથી ૯ મેચમાં માત્ર એક જ અડધી સદીની ઇનિંગ જાેવા મળી છે. ઝ્રજીદ્ભએ મુંબઈ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. કેપ્ટન ધોનીએ મેદાનમાં પ્રવેશતાની સાથે જ પોતાનો ર્નિણય સાચો સાબિત કરવામાં વધુ સમય ન લીધો. ઝ્રજીદ્ભ બોલરોએ આવતાની સાથે જ ફફડાટી મચાવી દીધી હતી. ઈશાન કિશન અને રોહિત શર્માને દીપક ચહરે પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો જ્યારે તુષાર દેશપાંડેએ છેલ્લી મેચમાં અડધી સદી રમનાર ઈશાનને પોતાનો શિકાર બનાવ્યો હતો. પાવર પ્લેમાં મુંબઈએ તેના ૩ બેટ્સમેન ગુમાવ્યા હતા.


