Delhi

પ્રથમ દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ ૮૩ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૩૩૯ રન કર્યા

નવીદિલ્હી
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે બુધવારે લોર્ડ્‌સમાં બીજી એશિઝ ટેસ્ટનો પ્રારંભ થયો હતો. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો ર્નિણય લીધો હતો. બીજી એશિઝ ટેસ્ટના પ્રારંભે જ પર્યાવરણ જૂથના દેખાવકારોએ વિક્ષેપ પાડ્યો હતો અને કેસરી રંગના પાઉડર સાથે પિચ સુધી ધસી આવ્યા હતા. પોલીસ દ્વારા કુલ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે પોતાનું ફોર્મ પરત મેળવતા અડધી સદી ફટકારી હતી. આ ઉપરાંત સ્મિથ (૮૫*) અને હેડ (૭૭)ની ફિફ્ટીના સહારે ઓસ્ટ્રેલિયા મજબૂત શરૂઆત કરવામાં સફળ રહ્યું હતું. પ્રથમ દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ ૮૩ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૩૩૯ રન કર્યા હતા. સ્ટીવ સ્મિથ ૮૫ રને તથા એલેક્સ કેરી ૧૧ રને રમતમાં છે. જાે રૂટે એક જ ઓવરમાં હેડ અને ગ્રીન (શૂન્ય)ની વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડને મહત્વપૂર્ણ સફળતા અપાવી હતી. ઓસ્ટ્રેલિયાના ઓપનર વોર્નર અને ખ્વાજા (૧૭)એ ૭૩ રનની પ્રથમ વિકેટની ભાગીદારી કરી હતી. ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ થયેલા ઝડપી બોલર જાેશ ટંગે બન્ને ઓપનર્સને આઉટ કર્યા હતા. જાેશ ટંગ ૧૯૬૮ બાદ એશિઝ ડેબ્યૂમાં ઓસી.ના ઓપનરની વિકેટ ઝડપનાર પ્રથમ બોલર બન્યો હતો અને ૧૮૮૪થી લોર્ડ્‌સમાં આ સિદ્ધી મેળવનાર પ્રથમ બોલર રહ્યો હતો. બીજા સેશનમાં ઓસ્ટ્રેલિયાએ ૧૧૭ રન જાેડ્યા હતા. લાબુશેશન ૪૭ રન પર આઉટ થયો હતો અને તે ત્રણ રનથી અડધી સદી ચૂક્યો હતો.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *