Delhi

માહીનો બદલાયેલો અંદાજ જાેઇ ફેન્સએ રણવીર સિંહ સાથે કરી તુલના

નવીદિલ્હી
ૈંઁન્ ૨૦૨૩ જીત્યા બાદ મહેન્દ્ર સિંહ ધોની ઝારખંડની રાજધાની રાંચી પરત ફર્યો છે. માહીની બદલાયેલી સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. ધોનીને આ પહેલા ભાગ્યે જ કોઈએ આ ફોર્મમાં જાેયો હશે. ધોનીના કપડાં ખૂબ જ રંગીન છે, જે બોલિવૂડ અભિનેતા રણવીર સિંહથી પ્રેરિત લાગે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરમાં તેના ફેન્સને ધોનીનો આ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વાયરલ ફોટો પર ધોનીના ફેન્સ તેના પર ઘણો પ્રેમ વરસાવતા જાેવા મળી રહ્યા છે. ખરેખરમાં ધોનીના એક જબરા ફેને ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો અપલોડ કર્યો છે. આમાં તેની સાથે માહી પણ જાેવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તસવીર રાંચીમાં ધોનીના ફાર્મ હાઉસની છે. આમાં ધોની સફેદ દાઢી અને રંગબેરંગી નાઈટ સૂટમાં જાેવા મળી રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે ધોનીએ સફેદ દાઢીમાં લોકોનું ધ્યાન ખેંચ્યું હોય. સામાન્ય રીતે મહેન્દ્ર સિંહ ધોની હંમેશા કપડાંને લઈને ગંભીર રહે છે. તે મોટાભાગે સાદા કપડામાં જાેવા મળે છે પરંતુ માહીને કલરફુલ ડ્રેસમાં જાેઈને ચાહકો તેની સરખામણી રણવીર સિંહ સાથે કરી રહ્યા છે. આ ફોટો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે ધોની ક્રિકેટમાં તો હીરો છે જ. તેમજ તેના લુકની બાબતમાં પણ તે બોલિવૂડ કલાકારોને ટક્કર આપતો જાેવા મળે છે. ધોની એક પરફેક્ટ ઓલરાઉન્ડર છે. તેમના માટે કશું જ અશક્ય નથી. તમને જણાવી દઈએ કે ગયા મહિને ચેન્નાઈ સુપર કિંગ્સે ૈંઁન્ ૨૦૨૩ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને પાંચ વિકેટે હરાવીને પાંચમી વખત ટાઇટલ જીત્યું હતું. એમએસ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ ખિતાબ ખૂબ જ ખાસ હતો કારણ કે ધોની ટી-૨૦ અને ૈંઁન્ ખિતાબ જીતનાર સૌથી વધુ મોટી ઉંમરનો કેપ્ટન બન્યો હતો.

Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *