Delhi

દુનિયાના TOP-20 અબજાેપતિની યાદીમાં ગૌતમ અદાણીને ફરી સ્થાન મળ્યું

નવીદિલ્હી
ભારતીય (ૈહઙ્ઘૈટ્ઠહ) અબજાેપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ વિશ્વના ટોચના અમીરોની યાદીમાં ફરી સ્થાન મળ્યું છે. ગૌતમ અદાણીની સંપતિમાં થયેલા વધારાને પગલે તેમણે ચાર સ્થાનો વટાવી દીધા છે. આ સાથે જ ગૌતમ અદાણીએ દુનિયાના ટોપ-૨૦ અમીરોની યાદીમાં ફરી એન્ટ્રી કરી લીધી છે. ગૌતમ અદાણીની સંપત્તિમાં છેલ્લા કેટલાક કલાકોમાં જ ૨.૧૭ અબજ ડોલર એટલે કે લગભગ ૧૭ હજાર કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. નોંધનીય છેકે ગૌતમ અદાણીની સંપતિમાં હિંડનબર્ગના રિપોર્ટ બાદ નોંધપાત્ર રીતે ઘટાડો નોંધાયો હતો. ૨૪ જાન્યુઆરી ૨૦૨૩ બાદ ગૌતમ અદાણીની સંપતિમાં થયેલા ઘટાડા પછી ફરી એકવાર તેમની સંપતિમાં અધધ વધારો નોંધાયો છે. આ બાદ અનુભવી રોકાણકાર ય્ઊય્ પાર્ટનર્સના ઝ્રઈર્ં રાજીવ જૈન દ્વારા ગૌતમ અદાણીની કંપનીને સમર્થન મળ્યું હતું. જેનો લાભ આખરે ગૌતમ અદાણીને થતો જાેવા મળી રહ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીની સંપતિમાં ઇં ૨.૧૭ બિલિયનનો વધારો નોંધાયો છે. જેથી ગૌતમ અદાણીની સંપતિ આ સાથે ઇં ૬૧.૪ બિલિયન પર પહોંચી ગઇ છે. આ આંકડા સાથે તેઓ ટોપ-૨૦ અબજાેપતિની યાદીમાં ૧૯માં સ્થાને પહોંચી ગયા છે. નોંધનીય છેકે આ વર્ષે અદાણીની પ્રોપર્ટીમાં વર્ષની શરૂઆતથી જબરદસ્ત ઘટાડો નોંધાયો હતો. તે આ વર્ષે અત્યાર સુધી સંપત્તિ ગુમાવવામાં મોખરે છે અને તેની નેટવર્થમાં ઇં૫૯.૧ બિલિયનનો ઘટાડો થયો છે. અનુભવી રોકાણકાર અને ય્છઊય્ પાર્ટનર્સના ઝ્રઈર્ં, રાજીવ જૈને હિંડનબર્ગ રિપોર્ટ બાદ ફસાયેલા અદાણી ગ્રુપને ટેકો આપવા માટે જૂથની ચાર કંપનીઓમાં મોટું રોકાણ કર્યું હતું. જે બાદ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર સકારાત્મક અસર જાેવા મળી હતી, અને આ તમામ કંપનીઓના શેરમાં તેજી જાેવા મળી હતી. રાજીવ જૈને આ વર્ષમાં અત્યાર સુધીમાં બે વાર અદાણીના શેરમાં રોકાણ કર્યું છે અને તેમનો વિશ્વાસ હજુ પણ અકબંધ છે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *