Delhi

૧૫ ઓક્ટોબરે થનારી ભારત પાકિસ્તાનની મેચના કારણે અમદાવાદની હોટલોનાં ભાવ વધી ગયા

નવીદિલ્હી
ૈંઝ્રઝ્ર દ્વારા ભારતમાં યોજાનાર ર્ંડ્ઢૈં વર્લ્ડ કપના શેડ્યૂલની જાહેરાત સાથે, ૧૫ ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મેચના દિવસે અમદાવાદની હોટેલના રેટ આસમાને પહોંચી ગયા છે. કેટલીક હોટેલોએ ભાવમાં દસ ગણો વધારો કર્યો છે. ૈંઝ્રઝ્ર દ્વારા વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યા પછી, જે કિંમતો હવે વિવિધ હોટેલ બુકિંગ વેબસાઇટ્‌સ પર બતાવવામાં આવી રહી છે, તેનાં પરથી જ અનુમાન લગાવી શકાય છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૧૫ ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મેચ માટે અભૂતપૂર્વ માંગ રહેશે. બંને દેશો એકબીજા સાથે માત્ર ૈંઝ્રઝ્ર અને છઝ્રઝ્ર ઈવેન્ટ્‌સમાં રમે છે. હોટલના રૂમના દર લગભગ દસ ગણા વધી ગયા છે અને કેટલીક હોટેલો તે દિવસ માટે એક લાખ રૂપિયા ભાડુ માંગી રહી છે. ઘણી હોટલના રૂમ પહેલેથી જ બુક છે. સામાન્ય રીતે લક્ઝરી હોટલમાં એક દિવસનું ભાડું પાંચથી આઠ હજાર હોય છે જે ૧૫ ઓક્ટોબર સુધી વધીને રૂ.૪૦,૦૦૦થી એક લાખ થઈ ગયું છે. ‘મ્ર્ર્ૌહખ્ત.ર્ષ્ઠદ્બ’ અનુસાર, ૈં્‌ઝ્ર વેલકમ હોટેલનું ભાડું ૨ જુલાઈના રોજ ૫૬૯૯ રૂપિયા છે પરંતુ ૧૫ ઓક્ટોબરે તે ૭૧૯૯૯ રૂપિયા છે. રેનેસાન્સ અમદાવાદ હોટેલનું વર્તમાન ભાડું રૂ. ૮૦૦૦ પ્રતિ દિવસ છે, જે ૧૫મી ઓક્ટોબરે રૂ. ૯૦૬૭૯ દર્શાવે છે. તેવી જ રીતે એસજી હાઈવે પર આવેલી પ્રાઈડ પ્લાઝા હોટલનું ભાડું તે દિવસ માટે રૂ.૩૬,૧૮૦ છે. સાબરમતી રિવરફ્રન્ટ પર કામા હોટેલનું ભાડું આવતા રવિવાર માટે રૂ. ૩૦૦૦ છે પરંતુ ૧૫ ઓક્ટોબરે રૂ. ૨૭૨૩૩ થશે. ૈં્‌ઝ્ર નર્મદા, કોર્ટયાર્ડ બાય મેરિયોટ, હયાત અને તાજ સ્કાયલાઇન જેવી ફાઇવ-સ્ટાર હોટલોમાં તે દિવસ માટે કોઈ રૂમ ઉપલબ્ધ નથી. હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ્‌સ એસોસિયેશન ઓફ ગુજરાતના પ્રવક્તા અભિજિત દેશમુખે જણાવ્યું હતું કે, “જાે હોટેલીયર્સને લાગે છે કે સમયગાળા દરમિયાન માંગ ખૂબ જ વધી જશે, તો તેઓ કમાણી કરવાનું વિચારશે કારણ કે તેઓ જાણે છે કે બુકિંગ પણ ભરાઈ જશે અને ઊંચી કિંમત. પણ મળવાની જ છે” જેમ જેમ માંગ ઘટશે તેમ તેમ ભાવ પણ ઘટશે.’

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *