Delhi

રશ્મિકા મંદાનાએ એનિમલ ફિલ્મનું શૂટિંગ પૂરું થતાં પુષ્પા ૨ની શરૂઆત કરી દીધી

નવીદિલ્હી
અલ્લુ અર્જુન સાથેની ફિલ્મ ‘પુષ્પા’ના કારણે રાતોરાત દેશભરમાં જાણીતી થઈ ગયેલી રશ્મિકા મંદાનાને બોલિવૂડની બિગ બજેટ ફિલ્મો પણ ઓફર થઈ રહી છે. રશ્મિકાએ તાજેતરમાં રણબીર કપૂર, બોબી દેઓલ અને અનિલ કપૂર સાથેની ફિલ્મ ‘એનિમલ’નું શૂટિંગ પૂરું કર્યું છે. ૧૧મી ઓગસ્ટે એનિમલ રિલીઝ થવાની છે. ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન હાલ ચાલી રહ્યું હોવાથી રશ્મિકાએ પુષ્પા ૨નું શૂટિંગ શરૂ કર્યું છે. પુષ્પાઃ ધ રૂલમાં રશ્મિકા ફરી એક વાર શ્રીવલ્લીનો રોલ કરવાની છે. ૨૦૨૧માં ‘પુષ્પાઃ ધ રાઈઝ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં ચંદનચોર પુષ્પરાજનો લીડ રોલ અલ્લુ અર્જુને કર્યો હતો, જ્યારે વિલનના રોલમાં ફહાર ફાસિલે ટક્કર આપી હતી. ફિલ્મના ડાયલોગ્સ અને ગીતો લાંબો સમય ટ્રેન્ડમાં રહ્યા હતા. પહેલી ફિલ્મને મળેલી સફળતાના પગલે સીક્વલની તૈયારી શરૂ થઈ હતી. સીક્વલને ગ્લોબલ બોક્સઓફિસને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવશે. આરઆરઆરની જેમ પુષ્પા ૨ને ગ્લોબલ ઈન્ડિયન ફિલ્મ બનાવવા મેકર્સ મથી રહ્યા છે. થોડા સમય પહેલાં પુષ્પા ૨નું ટીઝર શેર થયું હતું. જેમાં ઘાયલ અલ્લુ અર્જુનને વાઘની સામે બતાવવામાં આવ્યો હતો. ટીવી પર પુષ્પરાજ જીવિત હોવાના સમાચાર આવ્યા બાદ શું થાય છે તે અંગે સસ્પેન્સ રખાયું છે. જાે કે પુષ્પાના હાથમાં બંદૂક છે અને આંખોમાં ગુસ્સો છે, જેને જાેતાં મારધાડ અને એક્શનની ભરમાર દેખાવાનું નિશ્ચિત છે.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *