Delhi

૩ લાખની કિંમતના ટામેટાં ચોરોએ લઈ સો કિલોમીટર દૂર લઈ જઇ વેચી દીધા

નવીદિલ્હી
દેશભરમાં ટામેટાના ભાવ આસમાને છે. કેટલાક શહેરોમાં તો ભાવ ૨૦૦ રૂપિયા સુધીનો આંકડો પાર કરી ગયો છે. વધતા ભાવની સાથે ટામેટાની ચોરીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ટામેટાંની વધતી કિંમતો વચ્ચે કર્ણાટકમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બેંગલુરુમાં ૨૦૦૦ કિલો વજનનું વાહન ચોરાયું હતું. આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે તમિલનાડુમાંથી ભાસ્કર અને સિંધુજા નામના બે આરોપીઓની પણ ધરપકડ કરી છે, પરંતુ અન્ય ત્રણ આરોપીઓની હજુ પણ શોધ ચાલી રહી છે. શનિવાર, ૮ જુલાઈના રોજ, બેંગલુરુમાં રહેતો એક ખેડૂત બોલેરો વાહનમાં લગભગ ૩ લાખ રૂપિયાના ટામેટાં લઈ જઈ રહ્યો હતો. કારમાં ટામેટાં ભરેલા જાેઈ ત્રણ અજાણ્યા શખ્સોએ તેમની કારને બોલેરોની પાછળ દોડાવી દીધી હતી. થોડુ અંતર કાપ્યા બાદ ખેડૂતોએ બોલેરોને આરસીએમ યાર્ડ સ્ટેશન વિસ્તારમાં લાવીને રોકી હતી. આ બાદ જે થયું તેનું ખેડૂતને પણ સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય. તે જ સ્થળે પાછળના વાહનોમાંથી ત્રણ અજાણ્યા શખ્સો નીચે ઉતરી ચાલક પર હુમલો કર્યો હતો અને સ્થળ પરથી ટામેટાં ભરેલ વાહન લઈને ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટનાની ફરિયાદ બાદમાં ખેડૂતોએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જે બાદ પોલીસ તરત જ એક્શનમાં આવી ગઈ હતી. આરોપી ખાદિમ ટામેટાં ભરેલી બોલેરોની ચોરી કરી તેના ઘરે લઈ ગયો હતો. જ્યાં તેણે બેસીને પ્લાનિંગ કર્યું અને ચેન્નાઈના માર્કેટમાં ટામેટાં વેચ્યા. જે બાદ તે ખાલી વાહન લઈને પાછો ફર્યો હતો. આ કેસમાં આરએમસી યાર્ડ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. જાે કે, આ સમગ્ર ઘટનામાં અન્ય ઘણા લોકો પણ સામેલ હતા, જેમની શોધ હજુ પોલીસ દ્વારા ચાલી રહી છે. હાલ તો આ ટામેટાંની ચોરીના કેસને લઇને સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. અને, ટામેટાંની કિંમતોને કારણે હાલ ટામેટાંની પણ ઘરેણાંની જેમ ચોરી થઇ રહી છે. જે ખરેખર વિશ્મય પમાડે તેવા સમાચાર છે.

Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *