Delhi

બેંક ખાતાને ફ્રોડ જાહેર કરતા પહેલા ઉધાર લેનારાની સુનાવણી જરૂર ઃ સુપ્રીમ કોર્ટ

નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યુ કે કોઈપણ ખાતાને ફ્રોડ જાહેર કરતા પહેલાં લોન લેનારને સાંભળવું આવશ્યક છે અને જાે આવી કાર્યવાહી કરવામાં આવે તો તર્કસંગત આદેશનું પાલન થવુ જાેઈએ. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે તેલંગાણા હાઈકોર્ટના ચુકાદાને સમર્થન આપતાં અવલોકન કર્યું હતું કે ખાતાઓને ફ્રોડ તરીકે વર્ગીકૃત કરવાથી ઉધાર લેનારાઓ માટે નાગરિક પરિણામો આવે છે અને તેથી આવા લોકોને સુનાવણીની તક આપવી જાેઈએ. બેન્ચે જણાવ્યું હતું કે, “બૅન્કોએ ફ્રોડ પરના મુખ્ય નિર્દેશો હેઠળ તેના ખાતાઓને ફ્રોડ તરીકે વર્ગીકૃત કરતા પહેલાં ઉધાર લેનારાને સાંભળવાની તક આપવી જાેઈએ.” ખંડપીઠે કહ્યું કે ઉધાર લેનારના ખાતાને છેતરપિંડી તરીકે વર્ગીકૃત કરવાના ર્નિણયનું તાર્કિક રીતે પાલન કરવું જાેઈએ. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની અરજી પર આ ર્નિણય આવ્યો છે.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *