Delhi

મરણપથારીએ પડેલી પત્નીએ અંતિમ ઈચ્છા જણાવી કે પતિ ધર્મસંકટમાં મૂકાઈ ગયો

નવીદિલ્હી
જ્યારે પણ કોઈ શખ્સનો અંતિમ સમય હોય છે, તો તેને જાણનારા લોકો તેની અંતિમ ઈચ્છા જાણવા માગતા હોય છે. ક્યારેક તો આ ઈચ્છા એવી હોય છે, જેને સરળતાથી પુરી કરી શકાય છે, પણ અમુક લોકો એટલા કોમ્પ્લેક્ષ હોય છે, તેની ઈચ્છા સાંભળીને જ સામાવાળાનું દિલ બેસી જાય. કંઈક આવું જ એક પતિ સાથે થયું છે, જેણે મરણપથારીએ પડેલી પત્નીની છેલ્લી ઈચ્છા જાણીને બેભાન થતાં થતાં રહી ગયો હતો. મિરરના રિપોર્ટમાં જણાવ્યું છે કે, મહિલાને ડોક્ટરે જણાવ્યું કે, તે અત્યંત ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી છે અને તેની જિંદગીના માત્રા થોડા મહિના જ બાકી છે, ત્યારે આવા સમયે તેના પતિએ જ્યારે મરણપથારીએ પડેલી પત્નીની ઈચ્છા જાણવા માગી તો, તેણે પોતાના પતિને એવી વિશ કહી દીધી કે, પતિ કંઈ કહેવાના લાયક નહોતો રહ્યો. હવે તેણે સોશિયલ મીડિયા પર આ સમગ્ર ઘટનાને શેર કરી છે, તેને સમજાતું નથી કે, આખરે તેને શું કરવું જાેઈએ. પતિએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, તેન પત્નીને ટર્મિનલ ડિઝિઝ થયો છે અને તે હવે આ દુનિયામાં ફક્ત ૯ મહિનાની મહેમાન છે. શખ્સનું કહેવું છે કે, તે પોતાની પત્નીના અંતિમ દિવસોમાં ખુશીઓથી જીવવા માગે છે, પણ તેણે પોતાની અંતિમ ઈચ્છા બતાવીને તેને ધર્મસંકટમાં નાખી દીધો છે. હકીકતમાં પત્નીએ પોતાના પતિને કહ્યું કે, તે મરતા પહેલા પોતાના પૂર્વ પ્રેમી સાથે એક રાત પસાર કરવા માગે છે. આ સાંભળીને પતિ પણ દંગ રહી ગયો હતો, તેને સમજાતું નથી કે, આખરે તેને શું કરવું જાેઈએ. પતિએ લોકોને પોતાનું દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, તેમના લગ્નને ૧૦ વર્ષ થઈ ચુક્યા છે. હંમેશા તેને એ વાતનો આભાસ થતો કે, પત્ની તેના પૂર્વ પ્રેમી સાથે જાેડાયેલી છે. સામાન્ય રીતે આવી સ્થિતીમાં શું રિએક્શન હોવું જાેઈએ, તેને ખબર છે પણ પત્નીની હાલત જાેઈને ગભરાઈ ગયો છું. તેને લાગે છે કે, તે અંતિમ દિવસોમાં તેનાથી દૂર જતી રહેશે. શખ્સની કહાની સાંભળ્યા બાદ લોકો પોતાનો મત રજૂ કરી રહ્યા છે, તેને કોઈ પણ ભોગે દિલને ઠેસ પહોંચે તેનો અધિકાર પત્નીને ન આપવો જાેઈએ. અમુક લોકોએ કહ્યું કે, બીમાર પત્ની ખોટો ર્નિણય લઈ રહી છે.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *