નવીદિલ્હી
રોયલ ચેલેન્જર્સ બેંગલોરના પૂર્વ કપ્તાન વિરાટ કોહલીએ આઈપીએલની ૫૦મી મેચમાં પોતાના નામે એક મોટી સિદ્ધિ નોંધાવી છે. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં વિરાટે આઈપીએલમાં પોતાના ૭૦૦૦ રન પુરા કર્યા છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરનારો વિરાટ પહેલો ખેલાડી બની ગયો છે. વિરાટે આ મુકામને પ્રાપ્ત કર્યા બાદ કહ્યું કે, આ તેના માટે ફક્ત એક ઉપલબ્ધિ માત્ર છે. વિરાટે આ દરમ્યાન પત્ની અનુષ્કા શર્માના ખૂબ વખાણ કર્યા. આ મેચમાં તેના પર વિશ્વાસ વ્યક્ત કરનારા નાનપણના કોચ, અનુષ્કા શર્મા અને તેમની ફેમિલી દિલ્હીના સ્ટેડિયમમાં હાજર હતી. કોહલીએ આ ઉપલબ્ધિ પ્રાપ્ત કર્યા બાદ તે વિનમ્રતા સાથે આકરી મહેનત કરવાનું ચાલુ રાખશે. કોહલીએ અહીં ફિરોઝશાહ કોટલા મેદાનમાં આઈપીએલમાં ચાલુ સીઝનમાં છઠ્ઠી અડધી સદી લગાવી છે. આ મેદાનમાં ક્રિકેટથી પોતાની યાત્રા શરુ કરનારા કોહલીએ આઈપીએલમાં કહ્યું કે, મેં મારી ટીમ માટે જે કરવાની કોશિશ કરી રહ્યો છું, તે આ યાત્ર દરમ્યાન ૭૦૦૦ રન ફક્ત એક ઉપલબ્ધિ છે. જ્યારે આપ પોતાની ટીમ માટે કંઈ કરવાની કોશિશ કરો છો, તો આ એક સારો નંબર હોય છે. કોહલીએ ૨૦૦૮માં આઈપીએલની શરુઆત બાદ પોતાની ૨૩૩મી મેચમાં આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી. આ મેચથી પહેલા તેના નામ પર ૬૯૮૮ રન હતા. કોહલીએ કહ્યું કે, હું વિનમ્રતા સાથે આકરી મહેનત કરવાનું ચાલુ રાખીશ. આ એક ખાસ ક્ષણ છે. મારો પરિવાર અહીં છે. મારા કોચ અહીં છે. અનુષ્કા અહીં છે. અનુષ્કા મારી સાથે ટૂર હોવાથી મહત્વનું છે. મારા માટે ફેમિલી સાથે સમય વિતાવવાનો બાકી બધી વસ્તું કરતા મહત્વનું છે. ક્રિકેટ મારા જીવનનો એક ભાગ છે. હું અહીં પોતાના નામ પર એક પેવેલિયન મેળવીને સન્માનિત અનુભવ કરી રહ્યો છું. મેં અહીંથી મારી યાત્રાની શરુઆત કરી અને અહીંથી રમવાનું શરુ કર્યું. અહીંથી પસંદગીકર્તાઓની નજર મારા પર પડી અને મારી પસંદગી થઈ. મેં આ ઉપલબ્ધિઓ વિશે ક્યારેય નથી વિચાર્યું. હું આ બધા માટે આભાર વ્યક્ત કરવા માગું છું. હું ફક્ત ઝુકી શકુ છું. આ મેચમાં કોહલીએ ૪૬ બોલ પર ૫ ચોગ્ગાની મદદથી ૫૫ રન કર્યા હતા. તેણે કપ્તાન ફાફ ડુ પ્લેસી સાથે મળીને પહેલી વિકેટ માટે ૮૨ રનની ભાગીદારી કરી. જાે કે, આ મેચમાં આરસીબીની જીત થઈ નહીં. દિલ્હીએ બેંગલોરને ૭ વિકેટથી હરાવી દીધું હતું.


