Gujarat

અમદાવાદનાં ઈશનપુરમાં પોકશો એક્ટ હેઠળના ગુન્હામાં ભાગતો આરોપી ધ્રાંગધ્રાથી ઝડપાયો

(ગંભીર ગુન્હામાં નાસતો ભાગતો હોવાથી આરોપીની બાતમી મળતાં તત્કાલ સીઆરપીસી 41(1) મુજબ ધરપકડ)
ધ્રાંગધ્રા : હિતેશ રાજપરા
ચાલુ વર્ષે અમદાવાદના ઈશનપુર વિસ્તારમાં એક સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવીને અપહરણ કરી તેની સાથે બળાત્કાર કરવાનો ગંભીર ગુન્હો નોંધાયો હતો. અભિષેક ફુલસિંગ ઠાકુર નામનો 21 વર્ષીય યુવક વિરુદ્ધ નોંધાયેલ આ ગુન્હા બાદ અભિષેક પોલીસ પકડથી દૂર હતો અને નાસતો ફરતો હતો. ધ્રાંગધ્રા સીટી પોલીસના હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ ડોડીયાને ખાનગી રાહે આ આરોપી વિરુદ્ધ બાતમી મળી કે ધ્રાંગધ્રા જીઆઇડીસી માં શંકાસ્પદ અને વોન્ટેડ આરોપી છે જેના આધારે સીટી પોલીસ તત્કાલ ત્યારે પહોંચીને આરોપી અભિષેક ઠાકુરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Screenshot_2023-05-21-18-18-55-61.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *