૧૦ દેશોના ૧૭૦ કરતાં વધુ બાળકો-યુવાનો દ્વારા ભક્તિસંગીતની પ્રસ્તુતિ કારાઈ….
૪ અને ૧૨ જાન્યુઆરીએ ‘સિમ્ફની’ કાર્યક્રમમાં ૧૯ દેશોના ૧૫૦ બાળકો-યુવાનો ૩૩ વિવિધ ભારતીય વાદ્યો સાથે રજૂ કરશે ભક્તિસંગીત
સમાજ કલ્યાણની ૧૬૦ પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓનું સફળ સંચાલન કરીને પ્રમુખસ્વામી મહારાજે વિશ્વસ્તરે કીર્તિમાન સ્થાપિત કર્યો છે. પોતાની આધ્યાત્મિક ચેતના દ્વારા રાષ્ટ્રના નૈતિક ઉત્થાન માટે આજીવન પ્રયત્નશીલ તેમની પ્રવૃત્તિઓનો આધાર ભગવાન હતા. ભગવાનની કથા અને અને કીર્તનના તેઓ પરમ અનુરાગી હતા. તેઓ વારંવાર કહેતા: કથા અને કીર્તન તો આત્માનો ખોરાક છે. તેમના આ સંદેશને અનુસરીને વિશ્વસ્તરે BAPSના ૨૦૦૦૦ સત્સંગ મંડળોમાં વર્ષભર હજારોની સંખ્યામાં ભક્તિસંગીતના કાર્યક્રમો થયા, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો અને ભાવિકોએ લાભ લીધો. તેઓના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ‘અક્ષર અમૃતમ્’ વિશિષ્ટ એપ્લિકેશન બનાવવામાં આવી, જેમાં કુલ 2000 કરતાં વધારે કીર્તન, 900 કરતાં વધુ કથા અને 6000થી વધુ ઓડિયો બુક્સ ટ્રેકસ વગેરે મળીને આશરે 9000 જેટલા ઓડિયો ટ્રેક્સ નિ:શુલ્ક ઉપલબ્ધ છે.
સંધ્યા કાર્યક્રમ:
આજે સાંજે બી. એ. પી. એસ. બાળ-યુવા સંગીતવૃંદ દ્વારા કીર્તનભક્તિની વિશિષ્ટ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સાંજે ૫.૦૦ વાગ્યે કાર્યક્રમનો આરંભ થયો, જેમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની જીવનભાવનને વર્ણવતાં સુમધુર ભક્તિપદોનું શ્રવણ કરીને સૌ ગુરુભક્તિમાં ગરકાવ થયા હતા.
BAPS ના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ વિષયક અંતર્ગત પ્રમુખસ્વામી મહારાજના અભૂતપૂર્વ જીવન અને કાર્યને વર્ણવ્યું.
આજના કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.-પદ્મવિભૂષણ જગદ્ગુરુ રામભદ્રાચાર્યજી, સ્થાપક અને કુલપતિ – જગદ્ગુરુ રામભદ્રાચાર્ય દિવ્યાંગ યુનિવર્સિટી -પદ્મ ડૉ. સંજય પાટિલ, પ્રમુખ – ડી. વાય. પાટિલ ગ્રુપ – રાજેશ માન સિંઘ, મેયર-બિરગંજ મેટ્રોપોલિટન સિટી- અશોકકુમાર બૈદ્ય, ગુડવિલ એમ્બેસેડર, બિરગંજ મેટ્રોપોલિટન સિટી- આનંદ અસ્કરાન શર્મા, વિખ્યાત સંગીતકાર- સંદીપ કુલકર્ણી, વિખ્યાત વાંસળીવાદક- પરેશ શાહ, વિખ્યાત સંગીતકાર સહીતના મહાનુભાવો હાજર રહ્યા હતા.સભાના અંતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વચન વરસાવ્યા હતા….
રિપોર્ટરઃવિપુલ લુહાર,બોટાદ


