ઊના દિવમાં ફર્ટી ફસ્ટની ઉજવણીને લઇ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ત્યારે પોલીસે પણ દિવથી આવતા વાહનો તેમજ પીધેલી હાલતમાં વાહન ચલાવતા તમામ કોઇનું ચેકિંગ હાત ધરેલ અને દારૂ પીધેલા લોકોની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે થર્ટી ફસ્ટની મોડી રાત્રીના સમયે એહમદપુર માંડવી ચેકપોસ્ટે પોલીસ દ્રારા સઘન ચેકિંગ હાથ ધરાયેલ જેમાં દિવથી દારૂ પીધેલી હાલતમાં આવતા ૬૦ જેટલા લોકોને પકડી પાડી ઉના પોલીસ સ્ટેશને લાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી. આમ થર્ટી ફસ્ટની રાત્રીના પોલીસે દારૂના પ્યાસીઓને પકડી પોલીસ સ્ટેશને લાવતા પોલીસ સ્ટેશન પણ પીધેલાઓથી ભરચક થઇ ગયેલ.


