મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ નગરમાં રામનવમી પર્વને લઈ વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ધર્મસભાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.કઠલાલ મુખ્ય બજારમાં આવેલ સરદાર શ્રી ની પ્રતિમા પાસે કાજલબેન હિન્દુસ્થાની ની ભવ્ય ધર્મ સભા યોજવામાં આવી.કાજલબેન દ્વારા ખૂબ જ સારી રીતે વક્તવ્ય આપવામાં આવ્યું ખૂબ મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહી ધર્મસભાનો લાભ લીધો હતો.તારીખ 30 માર્ચ 2023 ના રોજ સવારે 08:00 કલાકે રામજી મંદિર ખાતેથી રામ નવમી પર્વ નિમિત્તે ભગવાન શ્રીરામની શોભાયાત્રા યોજાશે.કઠલાલ રામ નવમી સમિતિ,વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તથા સમસ્ત નાગરિકોના સહયોગથી ભવ્ય ધર્મ સભા કઠલાલ ખાતે યોજવામાં આવી અને રામ નવમી શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.


