સુરીનામના રાષ્ટ્રપતિશ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખી આગામી તા.૭ જાન્યુઆરીના રોજ જામનગર જિલ્લાની મુલાકાતે છે. જામનગર એરપોર્ટ ખાતે ટૂંકા રોકાણ બાદ તેઓ રિલાયન્સ રીફાઈનરીની મુલાકાત લેશે.
રાષ્ટ્રપતિશ્રી ચંદ્રિકાપ્રસાદની જામનગર મુલાકાતના આયોજનના ભાગરૂપે કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેકટરશ્રી ડૉ. સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જે તે વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. તેમજ વિવિધ વ્યવસ્થાઓ સુનીચીત થાય અને સૂચારુ આયોજન થઈ શકે તે માટે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી બી. એન. ખેર, જિલ્લા પોલીસવડા શ્રી પ્રેમસુખ ડેલું, રિલાયન્સ રીફાઈનરીના તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
