Gujarat

ગીરગઢડાના ઝુડવડલી નજીક ગૌચર જમીનમાં વૃક્ષો તથા બાવળના ઝાડમાં અચાનક આગ લાગી…

ગાયોનો ઘાસચારો, વૃક્ષો તથા જંગલમાં બાવળના ઝાડ બળીને ખાક…
ગીરગઢડાના ઝૂડવડલી ગામ નજીક આવેલ રાજલ વેજલ માતાજીના મંદિરની બાજુમાં ગૌચર જમીનમાં અચાનક આગ લાગતા
બાવળના ઝાડ તથા વૃક્ષોમાં આગ ધીમે ધીમે આગળ પ્રસરી જતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. અને આગની જાણ
મંદિરના પુજારીને થતા તેમના પરીવાર સાથે હાથમાં જે વાસણ આવ્યુ તેનાથી આગ પર પાણીનો છંટકાવ કરી આગને બુજાવવાનો
પ્રયાસ કરેલ. પરંતુ આગ વધુ ફેલાઇ જતાં તાત્કાલી ઉના ફાયર બ્રિગેડને જાણ કરતા સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયેલ અને આગ પર
પાણીનો મારો ચલાવ્યો હતો. આગના કારણે આ વિસ્તારના જંગલમાં બાવળના ઝાડ તેમજ વૃક્ષો તેમજ મંદિરની આસપાસ આવેલી
વાડીના વૃક્ષો તેમજ ગાયો માટે રાખેલો ઘાસચારો પણ બળીને ખાક થતાં ભારે નુક્સાન પહોંચેલ હતું. જોકે આગ કયા કારણોસર
લાગી તે અંગે જાણવા મળ્યું નથી.
ઝૂડવડલી ગામ નજીક આવેલ રાજલ વેજલ માતાજીના મંદિરની બાજુમાં ગૌચર જમીનમાં બાવળના ઝાડના જંગલમાં અચાનક
આગ લાગતાં અને આ આગ ધીમે ધીમે આગળ પ્રસરી જતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આ અંગેની જાણ ગામના સરપંચ
અરજણભાઈ ડાભી અને ઉપસરપંચ રજનીભાઇ દોમડીયાને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયેલ હતાં. અને આ અંગે ઉના નગર
પાલિકા ફાયર બ્રિગેડને કરતા તેમનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી એક કલાકની જહેમત
બાદ આગને કાબુમાં લીધી હતી. આગને કાબુમાં લેતા મંદિરનાં પૂજારી તેમજ આજુબાજુની વાડી વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ
લીધો હતો. અને આગની ઘટનામાં આ વિસ્તારના જંગલમાં બાવળોના ઝાડ તેમજ તેમજ નજીક વાડીમાં નારિયેળી સહીત વૃક્ષો
તેમજ મંદિર પાસેની વાડીમાં ગાયો માટે રાખેલો ઘાસચારો પણ બળીને ખાક થઈ જતાં રૂ. 25 હજારનું નુક્સાન થયેલ હોવાનું
રોહીતબાપુએ જણાવેલ હતું. જોકે આગ કયા કારણોસર લાગી તે અંગે જાણવા મળ્યું નથી. આગનું કારણ અકબંધ રહ્યુ છે.

-નજીક-આવેલ-રાજ-4.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *