ગ્રામજનોની માંગ…અવાર નવાર રજુઆત કરવા છતાં તંત્રના આંખ આડા કાન….
ગીરગઢડાના નાના સમઢીયાળા ગામમા આવેલ પુલ ઉપરનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોય જેના કારણે અક્સ્માતની ઘટના
અવાર નવાર બને છે. અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સમઢિયાળા ગામના સરપંચ સહિત
ગામ લોકોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નાના સઢીયાળા ગામનો પુલ છેલ્લા ઘણા સમયથી અતિ બિસ્માર હાલતમાં હોવાથી રસ્તા પર લોખંડના સળિયા બહાર આવી ગયેલા
હોય જેના કારણે અવાર નવાર ગંભીર અકસ્માતો સર્જાય છે. તેમજ રસ્તાની બંને સાઇડમાં રેલીંગ ન હોવાના લીધી ગમે ત્યારે વાહન
પલ્ટી ખાઈ જવાનો ભય વાહન ચાલકોમાં રહે છે.
આ બાબતે સરપંચ તેમજ ગામ લોકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો
છે. જોકે સરપંચની રજૂઆત તંત્રના કાને સંભળાતી ન હોય તો આમ પ્રજાનું કોણ સંભાળશે એ પણ એક સવાલ ઉઠવા પામેલ છે.
આમ પુલ ઉપરનો બિસ્માર રસ્તાને તાત્કાલિક તંત્ર દ્વારા મરામત કરવામાં આવે તો અહીથી પસાર થતા અનેક વાહન ચાલકો, ખેડુતો
અકસ્માતનો ભોગ ન બને અને લોકોની સુખાકારી માટે તાત્કાલિક કાર્યવાહિ કરી પુલ પરનો રસ્તો રિપેર કરવામાં આવે તેવી ગ્રામ
પંચાયત સરપંચે સહીત ગ્રામજનોની માંગ ઉઠી રહી છે. ગ્રામ પંચાયત સરપંચે ઉચ્ચકક્ષા એ લેખીત રજુઆત કરવા છતાં કોઈ
કામગીરી થઈ નથી. આ સીવાય ગામમાં અનેક પ્રશ્નો હોવા છતાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી. જેથી તાત્કાલિક અસરથી આ પ્રશ્નનો
ઉકેલ આવે તેવી માંગ કરી હતી……


