Gujarat

૧૬ થી ૫૯ વર્ષની વયના અસંગઠીત શ્રમયોગીઓને વિનામૂલ્યે ઇ-શ્રમ કાર્ડ કાઢી આપવામાં આવશે

મકસુદ કારીગર,કઠલાલ
*
૩૧-૦૩-૨૦૨૩ સુધી ખેડા જિલ્લામાં ઇ-શ્રમ કાર્ડ માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે
*
ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરવા માટે ઇ- શ્રમ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આથી આગામી વીસ દિવસમાં ૧૬ થી ૫૯ વર્ષની વયના અસંગઠીત શ્રમયોગીઓને વિનામૂલ્યે ઇ-શ્રમ કાર્ડ કાઢી આપવામાં આવશે.
ખેડા જીલ્લામાં અસંગઠીત ક્ષેત્રના શ્રમિકોને સરળતાથી કાર્ડ મળે તે માટે આગામી તા.૩૧-૦૩-૨૦૨૩ સુધી ખેડા જીલ્લામાં ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશ હેઠળ ૧૬ થી ૫૯ વર્ષની વયના અસંગઠીત શ્રમયોગીઓ યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે ખેડા જીલ્લાના તમામ નજીકના કોમન સર્વિસ સેન્ટર, ઇ-ગ્રામ સેન્ટર, નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે વિનામૂલ્યે ઇ-શ્રમ કાર્ડ કાઢી આપવામાં આવશે.
લાભાર્થીએ મોબાઇલ, આધારકાર્ડ અને બેંકની પાસબુક સાથે લાવવાની રહેશે. આ કાર્ડધારકને અકસ્માતના કેસમાં રૂ. ૨ લાખ તેમજ આંશિક વિકલાંગતાના કેસમાં રૂ.૧ લાખ સહાય આપવામાં આવે છે. શ્રમયોગીશ્રી દ્વારા તેમના મોબાઇલ પરથી www.eshram.gov.in પર જઇને જાતે પણ નોંધણી કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *