Gujarat

“ગ્રામ સ્વાગત કાર્યક્રમ” માટે અરજી પ્રક્રિયા શરૂ

“ગ્રામ સ્વાગત કાર્યક્રમ”ચોથા બુધવારે યોજવાની સરકારની સ્થાયી સુચના છે. ખેડા જિલ્લાના નાગરીકોએ તા. ૨૫/૦૧/૨૦૨૩ના રોજ યોજાનાર ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં અરજી કરવા તથા આ કાર્યક્રમમાં ભાગ લેવા માટેની અરજી તેઓના ગામે આપવાની રહેશે. તેમજ પોતાના પડતર પ્રશ્નોની રજુઆત કરવા અંગેની અરજી તા.૧૦/૦૧/૨૦૨૩ સુધીમાં ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં “મારી અરજી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવી” તેવા મથાળા હેઠળ સબંધિત ગામના તલાટી કમ મંત્રીશ્રીને સંબોધીને કરવાની રહેશે. આ કાર્યક્રમમાં ન્યાયીક તુલ્ય બાબતો, કોર્ટ મેટર, સ્ટે. (મનાઈ હુકમ), અપીલો, માહિતી અધિકાર અધિનિયમ, આકારણીને લગતા પ્રશ્નો તેમજ નૌકરી, પેન્શન, રહેમરાહે નોકરીને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવશે નહી. જેની નોંધ લેવા વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *