Gujarat

ચણાની ટેકાના ભાવે ખરીદી થતા પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે – ધર્મેન્દ્રભાઈ કાપડિયા, ખેડૂત

ચણા, રાયડા અને તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જેનો ખેડૂતોને પુરતો લાભ મળી પણ રહ્યો છે.

જૂનાગઢ ખાતે ટેકાના ભાવે ચણાનું વેંચાણ કરવા આવેલા ચોરવાડી ગામના ખેડૂત શ્રી ધર્મેન્દ્ર કાપડિયા જણાવે છે કે, ચણાની ટેકાના ભાવે ખરીદી થતા બજાર ભાવ કરતા વધુ ચણાના ભાવ મળી રહ્યા છે. આમ, પોષણક્ષમ ભાવે ખરીદી થતા ખેડૂતોને એક રાહત પણ મળી રહે છે.

તેવા એક જૂનાગઢની ચોરવાડીના ખેડૂત શ્રી ભીખુભાઇ ઠુંમર કહે છે, ટેકાના ભાવે ચણાની ખરીદી એકદમ પારદર્શક રીતે કરવામાં આવી રહી છે. ખેડૂતોને ફોન, મેસેજ દ્વારા વેંચાણના વારા માટેની જાણ કરવામાં આવે છે. તેમ જણાવતા તેમણે ટેકાના ભાવે ખરીદી અને સારી વ્યવસ્થા માટે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

dharmendrabhai-kapdiya.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *