છોટાઉદેપુરમાં ડોલોમાઈટ નો પાવડર સમગ્ર દેશના રાજ્યોમાં ભારે માંગ છે અનેક ચીજ વસ્તુઓની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે આ પાવડર બનાવવા માટે છોટાઉદેપુરમાં નગરમાં ડોલોમાઈટ ની ફેક્ટરીઓ છેલ્લા 30 વર્ષના ઉપરાંતના સમયથી ચાલી રહી છે નગર નો વિકાશ વધતા છોટાઉદેપુર વનાર રોડ ,અલીરાજપુર રોડ ઉપર ફેક્ટરી ઓ આવેલી છે જેતે સમયે ખાણ ખનીજ વિભાગે ફેક્ટરી ઓ નાખવા માટે મંજૂરી આપી હતી પરંતુ અનેક વખતે પ્રદુષણ કન્ટ્રોલ બોર્ડ દ્વારા નિયમો બદલવામાં આવ્યા જેમાં ફેક્ટરીઓ માંથી ઉડતો પાવડર બહાર ના જાય તે માટે પણ નિયમો બનાવ્યા છે પરંતુ ફેક્ટરી ઓના માલિકો નિયમોનું પાલન કરતા નથી પથ્થર નું પીલાણ કરતી વખતે ઝીણો પથ્થર નો લોટ જેવો પાવડર હવામાં ઉડે છે અને દૂર દૂર સુધી જાય છે અમુક મકાનો ઉપર સફેદ પાવડર ની છત બની જાય છે જયારે છોટાઉદેપુર નગર હવામાં ફેલાતું પ્રદૂષણ ની તાપસ કરવામાં આવે તો સાચી હકીકત બહાર આવે તેમ છે જયારે ખાણ ખનીજ વિભાગ પણ નિયમોનું પાલન કરાવે તે જરૂરી બન્યું છે કારણકે હવામાં ઉડતા પથ્થર ના પાવડરના કારણે લોકોના સ્વસ્થ બગડેના તેનું ધ્યાન રાખવું જોઈએ
