Gujarat

ઝાંબાજ પોલીસ અધિકારીની મુલાકાતે શિક્ષણ ઉત્કર્ષ મંડળ

વંથલી પોલીસ સ્ટેશન ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ ઉત્કર્ષ મંડળ પી.એસ.આઇ મકવાણાની શુભેરછા મુલાકાતે…..
રાષ્ટ્રના બે મજબૂત સ્તંભ
શિક્ષક અને રક્ષક ની સૌજન્યસાભાર મુલાકાત…
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકા
પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્રારા વંથલી તાલુકા પોલીસ સ્ટેશનના ઝાંબાજ,નીડર અને મિતભાષી  પી.એસ.આઇ એમ કે.મકવાણા ની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.
શિક્ષકો દ્રારા બાળકો ના રોલ મોડેલ પોલીસને અને પોલીસ સ્ટેશનને બાળકો નજરે નિહાળે એ માટે શિક્ષણ ક્ષેત્રે આવતી ક્ષેત્રીય મુલાકાત અંતર્ગત તાલુકાની શાળા ના બાળકો દ્રારા પોલીસ સ્ટેશન ની મુલાકાત આગામી સમયમાં લેવાની વાત કરવામાં આવી હતી. જે વાત સૌ ને ‘પધારો’ એવા શબ્દ સાથે વધાવી પી.એસ.આઇ મકવાણા સાહેબ એ વિશેષમાં જણાવ્યું હતું કે હું ખુદ દરેક ગામમા જ્યારે અનુકૂળતા રહે ત્યારે શાળાએ બાળકોને રાષ્ટ્ર ના નાગરિક તરીકે મજબૂત બનાવવા માર્ગદર્શન આપવા જઈ રહ્યો છું અને
શિક્ષણ સાથે બાળકો ને સ્પર્ધાત્મક પરિક્ષા માટે તૈયારી કરવાની અને એ માટે ના કોચિંગ ક્લાસ શરૂ કરવાની પણ પી.એસ.આઇ મકવાણા સાહેબે તૈયારી બતાવી હતી.જેને લઇ વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષણ ઉત્કર્ષ મંડળ દ્વારા વિદ્યાર્થીઓના પ્રેરણાદાયી પી.એસ.આઇ મકવાણાનો આભાર માની તેમની આ અનેરી પહેલને આવકારી હતી.
રીપોર્ટ:હાર્દિક વાણીયા વંથલી

IMG-20230318-WA0074.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *