Gujarat

વાનગી મેળામાં મિલેટ્સ બેઝડસ સ્મૂદી, સૂપ, સ્ટાર્ટર, રોટલા જેવી અનેક વાનગીની મુલાકાતીઓએ લિજ્જત માણી

જામનગરમાં આવેલી રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી સંસ્થા 'ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ
ઈન આયુર્વેદ' (I. T. R. A.) દ્વારા આયુર્વેદ થકી સ્વાસ્થ્ય ઉત્કર્ષ અને વૈશ્વિક પ્રવાહોથી લોકોને અવગત કરાવવાના આશયથી
'આયુર્વેદ સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળો- 2023' નું આયોજન આગામી તા. 21 માર્ચ સુધી ધન્વંતરિ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું
છે. આ એક્સ્પોમાં મુલાકાતીઓ માટે અનેકવિધ આકર્ષણો, સારવાર કેમ્પ, ફોટોગ્રાફી પોઇન્ટ, આયુર્વેદ દવા- રોપા વિતરણ અને
વાનગી મેળા જેવા વિવિધ સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે. આયુર્વેદ મેળો વિશેષ કરીને ગૃહિણી, વિદ્યાર્થીઓ, યુવાનો, ખેડૂતો,
ઔષધિઓની વાવણી કરવા તથા આયુર્વેદ ક્ષેત્રમાં પોતાની કારકીર્દિ ઘડવા માટે ઈચ્છુકો, વૈદ્યો, ફાર્માસીસ્ટ તેમજ પોતાના
આરોગ્ય પ્રત્યે સતત જાગૃત રહેનારા લોકો માટે લાભકારી સાબિત થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક્સ્પોમાં સંસ્થાના વિધાર્થીઓ દ્વારા મિલેટ્સ એટલે કે જાડા ધાન્યો આધારિત ખાણીપીણીની
વૈવિધ્યસભર વાનગીઓ બનાવવામાં આવી છે. મિલેટ્સ- જાડા ધાન્યના ઉપયોગથી સ્વાસ્થ્યને વધુ મજબૂત કરી શકાય છે. તે
ભાવનાને કેન્દ્રવર્તી બનાવી આઈ. ટી. આર. એ.ના ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાથમિક તબ્બકે કુલ 500 જેટલી
વાનગીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાંથી 86 વાનગીને પસંદ કરાઈ હતી. આ ઉપરાંત, 80 જેટલી પેકેટ ફૂડ
આઈટમ્સ પણ તૈયાર કરવામાં આવી છે. મિલેટ્સ આધારિત વિવિધ કુઝીન એક્સ્પોમાં જામનગરની જનતા માટે સ્વાદ અને
સ્વાસ્થ્યનો અનોખો સંગમ રચાયો છે. મેળામાં વિધાર્થીઓ દ્વારા લોકોને આ વાનગી બનાવવા અંગે માહિતી પુરી પાડવામાં
આવી હતી. તેમજ રિસીપી મેકિંગ અને પેમ્ફ્લેટસનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તમામ વાનગીઓમાં આયુર્વેદ અને મિલેટ્સના ગુણોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ વાનગીઓમાં મિલેટ્સ આધારિત સૂપ,
સ્ટાર્ટર, મેઇનકોર્ષ, સ્નેક્સ, સ્વીટ્સ, ડેઝર્ટ , હોટ- કોલ્ડ ડ્રિંક્સ અને આઈસ્ક્રીમ જેવી કેટેગરી તૈયાર કરાઈ છે. આ ઉપરાંત, અન્ય
વાનગીઓમાં રાગી પાપડી ચાટ, મિલેટ્સના દહીંવડા, રાગી- જુવાર- બાજરાનું બનેલું ખીચું, મિલેટ્સના ચિલ્લા, મિલેટ્સ પેન
કેક, જુવારના પીઝા, મલ્ટી મિલેટ્સ થેપલા, મિલેટ્સ નાચોઝ, મિલેટ્સની બનેલી વિવિધ ફ્લેવર વાળી ખીચડી, જાંબુ, મિલેટ્સ
લાડુ, મિલેટ્સ ફાલુદા, મિલેટ્સ રબડી, મિલેટ્સના વિવિધ ડ્રિંક્સ અને સ્મૂધીઝ તૈયાર કરવામાં આવ્યા છે.
આયુર્વેદિક દવાઓ અને રેસિપીઝ જોઈએ તો તેમાં, ઉષીરાદી પાનક, અમૃત પાનક, ફેનુંગ્રીક કોફી, કલિંગમ અદ્રક મોહીતો, સત્તુ
સરબત, કોરિએન્ડર કોકટેલ, ઠંડાઈ, રાગી- બનાના મિક્સ્ડ સ્મૂધીઝ, કોકમ પાનક, વૃક્ષામ્લ પાનક, લેમન- વરિયાળી શિકંજી,
સ્કિન ગ્લો શોટ્સ, મસાલા પફ, મોમોસ, આયુ પિઝા, રાગી ઈડલી, મિલેટ્સ પૂડલા, મિલેટ્સ થાળી, ભેળ, મિલેટ્સ ઉત્તપમ,
મિલેટ્સ પાણીપૂરી, મિલેટ્સ ટિક્કી, મોરિંગા સૂપ, પ્રોટીન ચાટ, મિલેટ્સ આધારિત ગરમ અને ઠંડી ચા- કોફી તેમજ મિલેટ્સનો
ફ્લેવરવાળો આઈસ્ક્રીમ વિદ્યાર્થીઓ દ્વારા પૌરાણિક સંદર્ભો અને આધુનિક પાકશાસ્ત્રનું સંયોજન કરી બનાવવામાં આવ્યા છે.
વધુમાં, પેકેટ ફૂડ આઇટમ્સમાં હાઈજેનીક ખાખરા, બિસ્કિટ, કૂકીઝ, બરફી, ફરસાણ સહિતની 80 જેટલી સ્વાદિષ્ટ અને
સ્વાસ્થ્યસભર વાનગીઓ તૈયાર કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સૌપ્રથમ વખત આ પ્રકારનો હેલ્થ એન્ડ

જિલ્લા માહિતી કચેરી, ગુજરાત રાજ્ય, જામનગર
Email- informationjam@gmail.comફોન: ૦૨૮૮-૨૫૫૬૮૨૭, ફેક્સ: ૦૨૮૮-૨૬૬૧૨૬૭

www.gujaratinformation.net

તા.૧૮/૦૩/૨૦૨૩
ખાસ લેખ

મિલેટ્સ એક્સ્પો થવા જઈ રહ્યો છે. ત્યારે ‘વિવિધ વાનગી પ્રત્યે દીવાનગી’ ધરાવનારા લોકો માટે તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત
રહેતી જનતા માટે આ વાનગીમેળો માણવાનો અભૂતપૂર્વ લ્હાવો મળી રહેશે. આ તકે, વિદેશી નાગરિકો અને વિધાર્થીઓ પણ
ભારતીય વાનગીઓનો આસ્વાદ માણતા જોવા મળ્યા હતા.

-7.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *