પાવીજેતપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મમતા અભિયાન કેમ્પમાં 120 સગર્ભા માતાઓની નિઃશુલ્ક તપાસ કરાઇ
પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલ મમતા અભિયાન કેમ્પમાં ૧૨૦ જેટલી સગર્ભા માતાઓને તબીબો દ્વારા નીઃશુલ્ક કેમ્પ યોજી વિવિધ સારવાર આપવામાં આવી હતી.
પાવીજેતપુર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિકાસ રંજનના જણાવ્યા મુજબ પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નિરામય ગુજરાત કાર્યક્રમ અંતર્ગત મમતા અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી આમરોલ, સુસ્કાલ,ચુડેલ ઉપરાંત ૧૬ ગામ મળી કુલ ૧૨૦ જેટલી સગર્ભા માતાઓને અંતરિયાળ ગામડાઓમાંથી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા પાવી જેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા.
. કેમ્પમાં વાત્સલ્ય કાર્ડ બનાવીને બહેનોના લોહીની તપાસ જેવા કે સી.બી.સી., બ્લડ સુગર, કમળાની તપાસ, સિકલસેલ, અને યુરિન તપાસ કરી જરૂરી રસીકરણ કરવામાં આવ્યું હતું. દાંત ની તપાસ,ફિજીયોથેરાપી તેમજ ક્ષય રોગ ( ટીબી ) ની ગળફાની તપાસ કરવામાં આવી હતી.તપાસ બાદ સગર્ભા માતાઓને નાસ્તો આપીને સગર્ભા માતાઓને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ઘરે મૂકવા જવામાં આવી હતી
અંતરિયાળ ગામડાઓમાં સગર્ભા માતાઓને યોગ્ય માર્ગદર્શન ન મળતું હોવાના કારણે ઘણી વાર જાનહાનિ પણ થઈ જાય છે તેમજ મિસ ડિલિવરી થવાના પણ બનાવો બને છે. ત્યારે આવી ઘટનાઓ ન ઘટે તે હેતુસર છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય શાખાના આરસીએચઓ ડોક્ટર છારીના માર્ગદર્શન હેઠળ ડોક્ટર વિકાસ રંજન દ્વારા પાવી જેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભા માતાઓને મમતા અભિયાન કેમ્પ યોજી તબીબો દ્વારા અગમચેતી વાપરી જરૂરી લોહી તપાસ કરાવી રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સમયે આશા બહેનો અને આરોગ્ય વિભાગના સ્ટાફ નર્સ ,એમ.પી.એચ.ડબલ્યુ, એલ.ટી., ફાર્મસીસ્ટ તેમજ તબીબોમાં જીજ્ઞેશ રાઠવા,પરિમલ બારીયા,રવી પટેલ,નિધિ દેસાઈ,પાર્થ બારીયા,જ્યોતિ રાઠવા, સુકેશા રાઠવા, પારસ વૈષ્ણવ,હિરલ ચોધરી હાજર રહ્યા હતા તથા
સ્ટાફના ભગીરથ પ્રયત્ન થકી તંદુરસ્ત માતા અને તંદુરસ્ત બાળકના ધ્યેયને સિધ્ધ કરવા માટે સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


