Gujarat

પ્રાસલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ ને એન કયુ એ એસ (NQAS)  એવોર્ડ એનાયત કરાયો

 હાર્દિક કાનાબાર પ્રાચી
આ એવોર્ડ ગુણવત્તા જ્ઞાન સ્વચ્છતા લક્ષી સુવિધા સહિત ની શ્રેષ્ઠ કામગીરી માટે અપાય છે
સુત્રાપાડા તાલુકાના  પ્રાસલી ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને ભારત સરકાર દ્વારા(nqas)(એન ક્યું એ એસ) એવોર્ડ આપવામાં આવ્યો હતો  સુત્રાપાડા તાલુકાનું (NQAS)(એનકયુંએએસ)પ્રમાણિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાસલી ગામનું બનેલું છે પ્રાસલી ગામે છેલ્લા ઘણા વર્ષો થી સેવા આપતું  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને રાષ્ટ્રીય કક્ષા નો એવોર્ડ પ્રાપ્ત થતા આરોગ્ય કર્મચારી પરિવાર માં આનંદ છવાયો છે ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગુણવત્તા યુક્ત કામગીરી કરનારા આરોગ્ય કેન્દ્રો ને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણે (NQAS) હેઠળ આ એવોર્ડ આપવામાં આવે છે જેના અંતર્ગત ગુણવત્તા જ્ઞાન કોવશલ્ય. ઇન્ફેકશન કંટ્રોલ અને સ્વચ્છતા લક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ દર્દીઓ માં જાગૃતિ લાવવા તથા આરોગ્ય ને લગતિ વિવિધ કામગીરી અને સુવિધા પ્રદાન કરવા સબબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાસલી ને આ એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે ભારત સરકાર માંથી નિમણૂક પામેલા બે તજનો દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાસલી ના વિવિધ વિભાગો દ્વારા થતી કામગીરી તથા આરોગ્ય લક્ષી સેવાઓ નો બારીકાઈ થી મૂલ્યાંકન કરી તેનો અહેવાલ ભારત સરકાર માં રજુ કરેલો જેમાં  84.07% સ્કોર મેળવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાસલી ને નેશનલ લેવલ નું પ્રમાણપત્ર મળેલ છે જેમાં જિલ્લાના કયું એમ ઓ  ડો. દિવ્યેશ ગોવસ્વામી phc (પીએચસી) પ્રાસલી ના મેડિકલ ઓફિસર ડો.કૃષ્ણપાલસિંહ સોલંકી આયુષ મેડિકલ ઓફિસર ડો. વિજય ઝણકાટ તથા સમગ્ર સ્ટાફ ઉપરાંત ગામના સરપંચ શ્રી અક્ષયભાઈ તેમજ ગાંગેથા ગામના સરપંચ શ્રી દિલીપભાઇ ના વિશેષ સહયોગ થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાસલી ને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવવંતુ કરવામાં મહત્વનું યોગદાન આપેલ છે

IMG-20230410-WA0088.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *