Gujarat

બોડેલી ના જબુગામ ખાતે હજરત  ઉમર શહીદ બાવા ના ઉર્સ ની ઉજવણી કરવામાં આવી અને સાંજે રોજા ઇફ્તારી નું આયોજન કરવામાં આવ્યું

દર વખતે આ ઉર્સ ના સમયે  મોટા પાયા પર આજુબાજુના ગામ તથા જબુગામ સહિતના લોકો માટે ન્યાઝ નો આયોજન કરવામાં આવે છે પરંતુ હાલ રમજાન મહિનો હોવાથી રોઝાના કારણે એ આયોજન ની જગ્યાએ ત્યાં ઇફ્તારી નું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં સૈયદ ઈરફાન અલીબાબા દ્વારા ફાતેહા પઢી દુઆ કરવામાં આવી હતી દરગાહ શરીફ પર શ્રદ્ધાળુઓ દ્વારા સંદલ લગાડી અને ચાદર ચઢાવવામાં આવી અને સાથે સાથે માસુમ અલીબાબા ની દરગાહ પર પણ આ જ દિવસે સંદલ અને ચાદર ચઢાવવામાં આવી હતી  બોડેલી તાલુકાના જબુગામ ખાતે આવેલી આ બંને દરગાહ ખૂબ જ ઐતિહાસિક છે અને ત્યાં અનેક ગામોમાંથી શ્રદ્ધાળુઓ ખૂબ જ માનતા સાથે આવતા હોય છે અને  શ્રદ્ધાળુઓની મનોકામના પૂરી થતી હોય છે ત્યારે આજે જબુગામ ખાતે હજરત સરકાર ઉંમર સહિદ બાવાના ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230411-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *