Gujarat

બોડેલી તાલુકાના પાંધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય શાખા અને આયુર્વેદ શાખા દ્વારા નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો                       

બોડેલી તાલુકાના પાંધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા છોટાઉદેપુર અને આયુર્વેદ શાખા છોટાઉદેપુર દ્વારા આયોજિત આજ રોજ નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન એવા છોટાઉદેપુર જિલ્લા પંચાયત ના પ્રમુખ મલ્કાબેન પટેલ બોડેલી જિલ્લા પંચાયત સદસ્ય સંજયભાઈ રાઠવા પાંધરા ના સરપંચ  ગણપતભાઈ રાઠવા પાંધરા માજી સરપંચ અને છોટાઉદેપુર જિલ્લા ભાજપા ઉપપ્રમુખ રજનીકાંતના રાઠવા છોટાઉદેપર જિલ્લા આરોગ્ય શાખા માંથી પધારેલ જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ. કે આર સોની જિલ્લા આયુર્વેદ શાખા માંથી પધારેલ જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. ભુવનભાઈ રાઠવા તેમજ બોડેલી તાલુકા હેલ્થ ઓફિસ સ્ટાફ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ના અધિકારી શ્રી તેમજ કર્મચારીઓ આશા બહેનો  તેમજ ગ્રામજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. જીગ્નેશ પટેલ દ્વારા કાર્યક્રમની  રૂપરેખા અને કાર્યક્રમ ને અનુરૂપ વિસ્તૃત માહિતી આપેલ હતી.
             કેમ્પ માં છોટાઉદેપુર  જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરી સર્વ રોગ નિદાન કેમ્પમાં પધારેલ તમામ લાભાર્થીઓ તેમજ ગ્રામ જનોને  આજના કેમ્પનો વધુ ને વધુ લાભ લે અને તમામ ના  હેલ્થ આઈ.ડી કાર્ડ કઢાવવા, આયુષ્માન ભારત કાર્ડ કઢાવવા, ઈ શ્રમ કાર્ડ કઢાવવા માટે વિનંતી કરી હતી અને તમામ પ્રકાર ના રોગો ની તપાસ કરાવી સારવાર લેવા માટે અનુરોધ કર્યો હતો અને કેમ્પ ને ખુલ્લો મૂક્યો હતો.
      આજના કેમ્પ માં કુલ ૪૭૯ દર્દીઓ એ લાભ લીધો હતો જેમાં એલોપેથી માં ૧૭૮ દર્દી, આયુર્વેદિક માં ૧૬૦ દર્દી, હોમિયોપેથીક સારવાર ના ૧૪૧ દર્દી નોંધાયા હતા. લેબોરેટરી તપાસ ના ૨૪૨ દર્દી, ૮ સગર્ભા માતાઓ ની તાપાસ, સિકલસેલ તપાસ ના ૧૨ દર્દી, શંકાસ્પદ ટી.બી  ના ૧૫ ગલફા લેવાયા, આંખના ૯ દર્દી તપાસ, ઉંમર ના દાખલા ૨૬ આપવામાં આવેલ, પી.એમ.જે.એ.વાય 4 કાર્ડ કઢાવવામાં આવેલ હતા. ઉપરોક્ત દર્દીઓ એ આજના કેમ્પ માં લાભ  લીધેલ હતો. કેમ્પ ના સફળ આયોજન બદલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર ડૉ. ઊર્મિલા રાઠવા સર્વ રોગ નિદાન કેમ્પ માં ઉપસ્થિત તમામ નો આભાર માન્યો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230329-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *