Gujarat

મહાશિવરાત્રી નિમિતે છોટાઉદેપુર ના અતિ પૌરાણિક જાગનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભીડ ઉમટી, ઓરસંગના પટમાં આદિવાસીઓનો મેળો ભરાયો, રાજવી જયપ્રતાપસિંહે દર્શન કરી ધન્યતા અનુભવી,ચાંપાનેર-પાવાગઢ ના રાજવી પતઇ રાવલના વંશજદ્વારા 17 ના દાયકામાં મંદિરનું થયું હતું જીર્ણોદ્ધાર.

 મહાશિવરાત્રીના પાવન પર્વના દિવસે છોટાઉદેપુરના અતિ પૌરાણિક ગણાતા ઓરસંગના કાંઠે આવેલ જાગનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું, વહેલી સવારથી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો શિવમંદિરે ઉમટી પડ્યા હતા,વર્ષોની પરંપરા મુજબ આજે શિવરાત્રીના દિવસે જાગનાથ મહાદેવ મંદિર પાસે ઓરસંગ નદીના પટમાં મેળો પણ ભરાયો હતો,હર હર મહાદેવ ના ગુંજતા ઘંટનાદ સાથે ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો સાથે હવન પૂજન અર્ચજ સહિતની ક્રિયાઓ પણ કરવામાં આવી,આદિવાસીઓ શિવરાત્રીના દિવસે જાગનાથ મહાદેવ મંદિરે પોતાના પાકનો ચડાવો કરે છે,છોટાઉદેપુરના રાજવી જયપ્રતાપસિંહે પણ જાગનાથ મહાદેવ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, મંદિરના ઇતિહાસની વાત કરવામાં આવે તો ચાંપાનેર-પાવાગઢના રાજવી પતઈ  રાવલ ઉપર જ્યારે મહમુદ બેગડાએ ચડાઈ કરી ત્યારે તેમનો એક સૈનિક રાજમાતાનો જીવ બચાવતા જંગલોમાં થઈ કવાંટ ના મોહન સ્ટેટ વિસ્તારમાં લઈ આવ્યો હતો જ્યાં મોહન ગામના રાજવીએ રાજમાતા ને જોતા તેમની કહાની સાંભળી અને  પોતાની બહેન બનાવી, રાજમાતા તે વખતે સગર્ભા હતા અને તેમણે બે જુડવા પુત્રોને જન્મ આપ્યા જેમા એકે દેવગઢ બારીયા વસાવ્યું જ્યારે બીજા  ઉદયસિંહજીએ 1743 માં છોટાઉદેપુર વસાવ્યું હતું,ઉદયસિંહજી જ્યારે ઘોડા ઉપર ફરતા ફરતા ઓરસંગ નદી કાંઠે આવ્યા અને થાક લાગતા તેમને ઊંઘ આવી ત્યારે તેમને સ્વપ્નમાં મહાદેવ આવ્યા અને જમીનમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલ શિવલિંગને સ્થાપિત કરી જાગનાથ મહાદેવ મંદિરનું નિર્માણ કર્યું હતું,અને સાથે પહેલા જુના અને બાદમાં છોટાઉદેપુર ઉદેપુર વસાવ્યું હતું.જાગનાથ મહાદેવ ની વિશેષતા એ છે કે સમગ્ર દેશ અને દુનિયામાં સોમવાર એ મહાદેવનો દિવસ માનવામાં આવે છે પરંતુ અહીં મંગળવારે મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે અને મંગળવારે લીધેલ બાધાઓ અને મનોકામનાઓ અહીં અવશ્ય પુરી થાય છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230218-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *