Gujarat

માંગરોળના દિવાસા ગામે વકીલ પરીવાર પર હુમલાના કેસમાં પાંચ આરોપીઓની જામીન અરજી માંગરોળ કોર્ટે ફગાવતા આરોપીઓને જેલ હવાલે કરાયા છે 

 જાણવા મળતી વિગતો મુજબ દિવાસા ગામે હોળીના દિવસે મોટા અવાજે ડી‌જે વગાડવાની ફરીયાદ ના મનદુઃખ રાખી વકીલ રમેશ ખીમા ડાકી,તેની પત્ની અને ભાઈ ઉપર હુમલો કરી માર મારી સોનાનો ચેઈન તથા વેપારના ૨૫ હજારની રોકડ લઈ ગયાના બનાવમાં સંજય હરદાસ સહિત ૧૩ ઈસમો સામે કરાયેલ ફરીયાદ માં શીલ પોલીસે રાયોટીગ સહિત વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી દિવાસાના સંજય હરદાસ,રાજુ માલદે,હરદાસ રામ,અશ્ર્વિન માલદે, તથા દિલીપ અરજન ચુડાસમા ની ધરપકડ કરી માંગરોળ કોર્ટમાં રજૂ કરતા  માંગરોળના જયુડી.મેજી.ચંગીઝ રાઠોડે આરોપીઓની જામીન અરજી ફગાવી દેતાં આરોપીને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે,,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *