ગીબરોડ,ધારપીપળા રોડ ઉપર ૧૦૫ દબાણકર્તાને ૭ દિવસમાં ગેરકાયદેસર બાંધકામ,ગલ્લા,કેબીન હોટેલ,છાપરાઓ સ્વેચ્છાએ દુર કરવા નોટીસ આપવામાં આવી
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ગીબરોડ અને ધારપીપળા રોડ ઉપર ગેરકાયદે ગલ્લા,કેબીન અને હોટલના છાપરાઓ કરનારા ૧૦૫ થી વધુ દબાણકર્તાઓને રાણપુર માર્ગ અને મકાન વિભાગ કચેરી દ્વારા ૭ દિવસમાં સ્વૈચ્છિક રીતે દબાણો હટાવવા નોટીસો ફટકારવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.રાણપુરમાં ગીબરોડ,ધારપીપળા રોડ પર છેલ્લા થોડા દિવસથી નાના મોટા કેબીન અને પાનના ગલ્લા, ચા,નાસ્તા ઠંડાપીણાની દુકાનો શેરડીના રસના ચિચુડા,ગેરકાયદેસર બાંધકામ અને આડેધડ હોટલ ના છાપરાઓ ઉભા કરી દેવામાં આવતા આ રોડ પર ટ્રાફિક ની સમસ્યા માથાનો દુખાવા સમાન બનતી જાય છે.ટ્રાફીક ની સમસ્યાને કારણે અકસ્માત નું પ્રમાણ વધ્યુ છે.ત્યારે રાણપુર માર્ગ અને મકાન વિભાગે લોકો ના હીત ને ધ્યાને રાખીને આ રોડ પર ગેરકાયદે બાંધકામો સાથે લારી,ગલ્લા કેબીન ધારકો સહીત કુલ ૧૦૫ થી વધુ દબાણકર્તાઓને આ દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવા નોટીસ આપવામાં આવી છે .જો આ દબાણો સ્વૈચ્છિક રીતે ૭ દિવસમાં નહી દુર કરવામાં આવે તો તંત્ર દ્વારા આ દબાણો દુર કરવામાં આવશે અને તેની નુકસાની ની જવાબદારી દબાણકર્તાઓની રહેશે.રાણપુર માર્ગ અને મકાન વિભાગ એકાએક સક્રીય થતા ગેરકાયદે બાંધકામ,કેબીન,ગલ્લા,હોટેલ અને પતરાના છાપરા સહિતના દબાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.જ્યારે આ અંગે લોકમુખે થતી ચર્ચા મુજબ છે.ગેરકાયદે દબાણ કરતા લોકોએ રાજકીય નેતાઓનો આશરો લેવા દોડધામ મચી ગઇ છે.દબાણકર્તાઓ રાજકીય ઓથ લેવા ની ફરજ પડતાં દોડધામ મચી ગઈ છે….
રિપોર્ટરઃવિપુલ લુહાર,રાણપુર
