Gujarat

રાણપુરમાં ભાલનળ કાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના હોલ ખાતે મેગા આયુષ કેમ્પ યોજાયો..

 આરોગ્ય અને પરિવાર ક્લાયણ વિભાગ ગુજરાત રાજ્ય તેમજ નિયામક આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન અન્વયે આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત બોટાદ દ્વારા ભાલ નળ કાંઠા, ખાદીગ્રામ ઉદ્યોગ મંડળ, રાણપુર ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું. આયુષ મેળામાં જીલ્લા પંચાયત બોટાદના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, જીલ્લા વિકાસ અધિકારી અને નિવાસીય અધિક કલેકટર મુકેશ પરમાર, જીલ્લા પંચાયત ઉપ.પ્રમુખ ધીરુભાઈ બાવળિયા, શિક્ષણ સમિતિના ચેરમેન દયાબેન, કારોબારી સમિતિના ચેરમેન ભગવંતસિંહ દાયમા, ખાદીગ્રામ ઉદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદભાઈ ડાભી, રાણપુર ભાજપ પ્રમુખ ડો. જગદીશભાઈ પંડ્યા તથા તાલુકા પંચાયત સદસ્ય ઈશ્વરભાઈ ઉપસ્થિત રહ્યા હતા.સૌપ્રથમ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ભગવાન ધન્વતરીની વંદના કરવામાં આવી હતી. ત્યારબાદ જીલ્લા આયુર્વેદિક અધિકારી  વૈદ્ય કૃપાબેન દોંગા  દ્વારા મહેમાનોનું શાબ્દિક હાર્દિક સ્વાગત તેમજ આયુષ શાખા અંતગર્ત કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિ અને કાર્ય વિશે માહિતી આપવામાં આવી. ત્યારબાદ આયુષ શાખા દ્વારા પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ યોગશિક્ષક દ્વારા યોગ-નિર્દેશન કરવામાં આવ્યું.ત્યારબાદ જીલ્લા વિકાસ અધિકારી મુકેશ પરમારે આયુર્વેદનું મહત્વ સમજાવતા આયુર્વેદ સૌથી જૂની ચિકિત્સા પદ્ધતિ છે અને આ પદ્ધતિથી થતા લાભો સમજાવ્યા. ત્યારબાદ જીલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામ વિરાણીએ આયુર્વેદનું મહત્વ સમજાવતા લોકોને આયુર્વેદ પદ્ધતિ અપનાવવા પ્રેરિત કર્યા.અંતમાં આયુર્વેદિક મેડીકલ ઓફિસર વૈદ્ય આનંદ ઠાકર દ્વારા મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.આયુષ મેળામાં મુખ્ય ૯ જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જેમાં પંચકર્મ ચિકિત્સા સ્ટોલ, અગ્નિકર્મ ચિકિત્સા સ્ટોલ, સુવર્ણપ્રાશન ટીપા વિતરણ, પ્રકૃતિ પરીક્ષણ સ્ટોલ, આયુર્વેદ જનરલ ઓ.પી.ડી. સ્ટોલ, હોમિયોપેથી જનરલ ઓ.પી.ડી. સ્ટોલ, યોગ નિર્દેશન સ્ટોલ, આયુર્વેદ અને હોમિયોપેથી ચાર્ટ પ્રદર્શન તથા ઔષધીય રોપા પ્રદર્શન સ્ટોલ, રાખવામાં આવ્યા હતા. ઉપસ્થિત  મહેમાનો દ્વારા દરેક સ્ટોલની મુલાકાત કરવામાં આવી અને જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રી દ્વારા સ્ટોલ વિશે મહેમાનોને માહિતી આપવામાં આવી. તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ એ ચાર્ટપ્રદર્શનનો લાભ લીધો…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

VideoCapture_20230222-170908.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *