Gujarat

વંથલીના ખુંભડી ગામના ખેડૂત શ્રી ઈકબાલભાઈ સીડાના ખેતરમાંથી કુદરતી પાણીના નિકાલનો પ્રશ્ન હલ

સ્વાગત કાર્યક્રમના માધ્યમથી વંથલીના ખુંભડી ગામના ખેડૂત શ્રી ઈકબાલભાઈ સીડાના ખેતરમાંથી કુદરતી પાણીના નિકાલનો પ્રશ્ન હલ થયો છે.

શ્રી ઈકબાલભાઈ સીડા કહે છે કે, સ્વાગત કાર્યક્રમમાં ખેતરમાંથી કુદરતી પાણીના નિકાલનો પ્રશ્ન રજૂ કર્યો હતો. જેથી સંબંધિત અધિકારીઓએ બન્ને પક્ષોને બોલાવી આ પ્રશ્નને સમજૂતીથી હલ કરવામાં આવ્યો હતો. આમ, આ પ્રશ્નનો નિકાલ થતાં તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

ekbalbhai-sida.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *