વિજ્ઞાન ભારતી એ રાષ્ટ્રીય સ્તરે કાર્યરત સંસ્થા છે. જે સ્વદેશી વિજ્ઞાન ચળવળ ને પ્રોત્સાહિત કરે છે. વિજ્ઞાન ગુર્જરી એ વિજ્ઞાન ભારતીની ગુજરાત પ્રાંત એકમની સંસ્થા છે. વિજ્ઞાન ગુર્જરી સંસ્થા નો એક મુખ્ય હેતુ દેશના મહાન વૈજ્ઞાનિકો અને ગણિતજ્ઞો ના પ્રદાનની માહિતી આજની પેઢી સુઘી પહોચાડવાની છે. ૨૩ મે ૧૯૧૮ જૂનાગઢ જિલ્લામાં સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા પ્રહલાદ વૈદ્ય , આઈન્સ્ટાઈન ના સાપેક્ષવાદ શાસ્ત્ર માં બેનમૂન સંશોધન કર્યું હતુ. આવા મહાન ગણિતશાસ્ત્રી ની સિદ્ધિઓ આજના સમાજને વર્ણવા , મિનિસ્ટ્રી ઓફ કલ્ચર અફેર અને વિજ્ઞાન ગુર્જરી ના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના મહાન ગણિતશાસ્ત્રી પ્રોફેસર પી સી વૈદ્ય ની 105 મી જન્મ જયંતી ઉજવવાના છે. જે અંતર્ગત જૂન માસમાં રાજ્યના જુદા જુદા શહેરોમાં ગણિત શિક્ષકો માટે ભારતીય ગણિત અને ગણિતજ્ઞો વિષયો પર કાર્યશાળા તેમજ શિબિર નું આયોજન કરવામાં આવશે.


