Gujarat

‘વિશ્વ સાઈકલ દિવસ’ નિમિત્તે વેરાવળ ચોપાટી ખાતે યોજાઈ સાયક્લોથોન

 વિશ્વ સાઇકલ દિવસ’ નિમિત્તે “આરોગ્ય માટે સાઈકલ”ની થીમ સાથે ગીર સોમનાથ જિલ્લાના આરોગ્ય શાખા અને NCD સેલ દ્વારા વેરાવળ તાલુકામાં ચોપાટી ખાતે સાયકલોથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં આરોગ્યના અધિકારીશ્રીઓકર્મચારીશ્રીઓ અને સ્થાનિક લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

            જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ પી. એન. બરૂઆના માર્ગ દર્શન હેઠળ આ સમગ્ર સાઈક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ લીલીઝંડી આપી સાઈકલિસ્ટ્સને રવાના કર્યા હતાં.

આ તકે સાઈકલિંગના કારણે ચુસ્તતંદુરસ્ત અને નિરોગી રહી શકાય છે તેમજ આ યુગમાં જીવનશૈલી આધારિત રોગો તેમજ કુટેવોને કારણે શરીરને નુકસાન પહોંચે છે. સાઈકલિંગ શરીરને ફીટ રાખવા માટે જરૂરી છે. જેનાથી સ્વાસ્થ્ય સારી રીતે જળવાઈ રહે છે. શરીરને ફીટ રાખવા અને આરોગ્ય જળવાઈ રહે તેવા હેતુથી સાયકલિંગ કરવી જરૂરી છે તેવો હકારાત્મક સંદેશો આપ્યો હતો.

STORY-3-CYCLOTHONE-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *