બોડેલીના સ્વામીનારાયણ મંદિરના દર્શન હોલમાં છોટાઉદેપુર પોલીસ દ્વારા લોન જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોડેલી સરકારી અને ખાનગી મળીને કુલ 30 જેટલા બેંક અને ફાઇનાન્સરોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા વ્યાજખોરોના ચુગલ માં ફસાઈને આત્મહત્યાના અનેક બનાવો બન્યા છે અને તે ખૂબ ચિંતાજનક હોય છોટાઉદેપુર જિલ્લા પોલીસે નવી પહેલ શરૂ કરી અને સાવકારોને અને વ્યાજખોરોના અંગે જિલ્લા પોલીસવાળા ના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વધુ વ્યાજ આપી મજબૂરીમાં વ્યાજખોરો પાસેથી નાણા લેવામાં આવે છે અને તેના ચૂગલ માં ફસાઈને દુઃખદ પગલું ભરવામાં આવતું હોય ત્યારે લોકોએ બેન્કોને ફાઇનાન્સ પાસેથી લોન કે ધિરાણ લેવું જોઈએ અને તે માટે બેંકોએ લોન માટે લોકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બોડેલીના વિસ્તારના ફેરીયા શાકભાજી વેચનાર રેગડી ચલાવનાર નાના વેપારીઓ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા સખી મંડળની મહિલાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી અને ઊંચું વ્યાજ ચૂકવીને પોષણની પ્રથા નેસ નાબૂદ કરવા માટે જિલ્લા પોલીસના અભિગમની પ્રશંસા થઈ હતી કેમ્પમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર એસપી ની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


